તેમણે કહ્યું, આ વિવાદને કારણે ભારતીય ઉપ-મહાદ્વીપને 70 વર્ષથી બંધક બનાવેલો છે. કાશ્મીરમાં આવનારી અને ગત પીઢીઓ પણ આ મુદ્દાથી પ્રભાવિત થઈ છે, તેમનું દરરોજનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે, તેમને પણ આ સમસ્યાનો નિકાલ જોઈએ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ટ્રંપે અમેરિકા પ્રવાસ પર આવેલા ઈમરાન ખાન સાથે સોમવારે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે તેમને મદદ કરવા જણાવ્યું છે. ત્યારે ટ્રંપે કહ્યું હતું કે, જો હું આ મુદ્દા પર મદદ કરી શકું તો જરૂરથી કરીશ. ટ્રંપે તો આમંત્રણ મળશે તો પાકિસ્તાન જવાની પણ વાત કહી હતી.
જો કે, ભારતે ટ્રંપના આ દાવાને ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જોડે આવો કોઈ આગ્રહ મુક્યો નથી.
ટ્ર્ંપ દ્વારા કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની દરખાસ્ત કરવાના થોડા સમય બાદ, અમેરિકાના કાર્યવાહક સહાયક સચિવ એલિસ વેલ્સે સ્પષ્ટ કર્યું કે ટ્રંપ પ્રશાશનના આ મુદ્દાનું નિરાકરણ લાવવા માટે ભારત અને પાકિસ્તાનની વાતનું સ્વાગત કરે છે અને અમેરિકા પણ સહાયતા કરવા તૈયાર છે.