પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના કાશ્મીરમાં જિહાદવાળા નિવેદન પર ભારતને વળતો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે પાકિસ્તાન ખુલ્લી રીતે જિહાદની વાતો કરી રહ્યું છે. ઇમરાન ખાનને એ ખબર નથી કે આંતરરાષ્ટ્રીય સંબંધો કેવી રીતે વિકસાવાય છે અમે પાકિસ્તાન પાસે સામાન્ય વ્યવહારની આશા રાખીએ છીએ.
ત્યારે કાશ્મીર પર તુર્કીના નિવેદન પર રવીશ કુમારે કહ્યું હતું કે, અમે આ મુદ્દા ઉપર તુર્કીને એ જ કહીશું કે પહેલા જમીની હકીકત સમજે અને આ પછી જ નિવેદન આપે. કાશ્મીરનો મુદ્દો સંપૂર્ણ રીતે ભારતની આંતરિક બાબત છે.
મલેશિયા દ્વારા કાશ્મીર પર આપેલા નિવેદન પર રવીશ કુમારે કહ્યું હતું કે જમ્મુ એન્ડ કાશ્મીરે બીજા રાજ્યોની જેમ પુરી રીતે ભારતમાં વિલયનો સ્વિકાર કર્યો હતો. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના ભાગ ઉપર કબજો કરીને રાખ્યો છે. મલેશિયા સરકાર પોતાના મગજમાં બંને દેશોના સંબંધોને ધ્યાનમાં રાખે. આ રીતના નિવેદનથી બચવું જોઈએ.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે,લોકો Loc પાર કરવા માટે તેમના પરવાનગીની રાહ જોઇ રહ્યા છે.આ પર રવીશ કુમારે કહ્યું કે, આ પ્થમ વખત નથી કે ઇમરાન ખાને ઉશકેરીજનક નિવેદન આપ્યો હતોયઅમારૂ માનવું છે કે,તે આ નથી સમજી રહ્યા કે,અંતરાષ્ટ્રીય સંબોો પર કેવી રીતે કામ કરવાનું હોય છે.