ETV Bharat / bharat

લોકડાઉનને કારણે બ્લડ ડોનેશન પર પડી રહેલી અસરો

Covid-19 મહામારીને કારણે એવી ઘણી સપોર્ટ સીસ્ટમને અસર પહોંચી છે. જેે સીધી કે આડકતરી રીતે સમગ્ર હેલ્થકેર સીસ્ટમનો ભાગ છે. આવી જ એક સપોર્ટ સીસ્ટમ એટલે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ કે જે સામાન્ય દીવસોમાં જુદા જુદા ઉદ્યોગો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા સમયાંતરે યોજવામાં આવે છે અને બ્લડ બેંકમાં રક્તનો જથ્થો યથાવત રહે છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્થ એડવાઇઝરીને કારણે લોકો સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરી રહ્યા છે એને તેના પરીણામે આ પ્રકારની પ્રવૃતિઓમાં ઘટાડો થયો છે.

etv bharat
લોકડાઉનને કારણે બ્લડ ડોનેશન પર પડી રહેલી અસરો
author img

By

Published : Apr 14, 2020, 11:48 PM IST

ન્યુઝડેસ્ક: Covid-19 મહામારીને કારણે એવી ઘણી સપોર્ટ સીસ્ટમને અસર પહોંચી છે. જેે સીધી કે આડકતરી રીતે સમગ્ર હેલ્થકેર સીસ્ટમનો ભાગ છે. આવી જ એક સપોર્ટ સીસ્ટમ એટલે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ કે જે સામાન્ય દીવસોમાં જુદા જુદા ઉદ્યોગો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા સમયાંતરે યોજવામાં આવે છે અને બ્લડ બેંકમાં રક્તનો જથ્થો યથાવત રહે છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્થ એડવાઇઝરીને કારણે લોકો સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરી રહ્યા છે એને તેના પરીણામે આ પ્રકારની પ્રવૃતિઓમાં ઘટાડો થયો છે.

તો બીજી તરફ લોકડાઉન પણ લોકોના હિત માટે જ લાગુ કરવામાં આવ્યું છે બંન્ને વસ્તુઓને પહોંચી વળવા માટે હાલ કોઈ મધ્યમ માર્ગ અપનાવવો જરૂરી છે. માટે, લોકડાઉન દરમીયાન કેવી રીતે રક્તદાન કરી શકાય તે મુદ્દાને લઈને ડૉ. સુમન જૈને કેટલીક સમજ આપી હતી.
બ્લડ-બેંક તમારા ઘરે આવે છે

· રક્તદાતા બ્લડ બેંક સુધી પહોંચે તેના બદલે બ્લડ ડોનેશન કેમ્પને જ સોસાયટીની અંદર આયોજીત કરી શકાય જેથી લોકોને બહાર ન જવુ પડે.

· કેટલીક હાઉસીંગ સોસાયટીએ આ પ્રકારના કેમ્પનું આયોજન શરૂ કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આવા રહેણાંક વિસ્તારોમાંથી 15-20 રક્તદાતા મેળવવા ખુબ જ સરળ છે. ‘આર્મી વેલફેર હાઉસીંગ કોલોની’એ પણ આવી પ્રવૃતિ માટે પોતની ઈચ્છા બતાવી છે. સામાન્ય રીતે એક કેમ્પમાં ઓછામાં ઓછા 50 રક્તદાતાઓની જરૂરીયાત હોય છે પરંતુ હાલની પરીસ્થીતિને ધ્યાનમાં લેતા 20 રક્તદાતા હોય તો પણ એક નાના કેમપનું આયોજન કરી શકાય છે.

· થેલેસેમીયા કે તેના જેવી અન્ય કેટલીક લોહીને લગતી બીમારી ધરાવતા દર્દીઓને તેમનુ આયુષ્ય વધારવા માટે સમયાંતરે લોહી બદલાવવાની જરૂર પડે છે. જે બ્લડ બેંકો આવા દર્દીઓને લોહી પુરૂ પાડે છે તેવી બ્લડ બેંકો માટે લોહીનો જથ્થો રાખવો આવશ્યક બને છે.

· ડૉં. સુમન જૈન કહે છે કે સોશીયલ ડીસ્ટન્સીંગ રાખીને, સ્વચ્છતાનું પાલન કરીને અને સેનીટેશનના નિયમોને અનુસરીને પણ કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

Covid-19 દરમીયાન રક્તદાતાની વધારાની માહિતી

· જો કોઈ રક્તદાતાની મેડીકલ હિસ્ટ્રીમાં તાજેતરમાં તાવ, શરદી કે ઉધરસ જોવા મળે તો તે દર્દી પાસેથી લોહી લેવાનું મોકુફ રાખવામાં આવે છે.

· લોહી લેતા પહેલા સામાન્ય રીતે રક્તદાતા પાસેથી લેવામાં આવતી માહિતી ઉપરાંત પણ બીજી કેટલીક વધારાની માહિતી રક્તદાતા પાસેથી લેવામાં આવે છે જેમ કે, દર્દીએ સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે કે કેમ, બીજા કોઈ દેશ કે જગ્યાએથી કોઈ મુકાલાતી કે મહેમાન તેના ઘરે આવ્યું હતુ કે કેમ, છેલ્લા એક મહિનાની અંદર રક્તદાતાએ ધાર્મિક/સામાજીક કે સામુદાયીક મેળાવળાઓમાં ભાગ લીધો છે કે કેમ અથવા કોઈ સંવેદનશીલ જગ્યાની મુલાકાત લીધી છે કે કેમ...

રક્તદાતાઓ પાસેથી લોહી મળી રહે તે માટે દર્દીને દાતાનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યુ:

· આ પહેલી વખત છે કે જ્યારે બ્લડ બેંકે થેલેસેમીયાના દર્દીઓને વિનંતી કરી છે કે દર્દીઓ દાતાઓનો સંપર્ક કરે અને દાતાઓને રક્તદાન કરવા માટે તૈયાર કરે. બ્લડબેંકનું માનવુ છે કે દર્દીઓની અપીલની દાતાઓ પર વધુ અસરકારક સાબીત થશે. બ્લડબેંકનું માનવુ છે કે આ કટોકટીનો સમય છે અને માટે ન ઇચ્છતા હોવા છતા પણ રક્તના નીયમીત ટ્રાન્ફયુઝન માટે તેમણે દર્દીઓનો સહારો લેવો પડશે.

· રસ ધરાવતા દાતાઓના આધાર કાર્ડ ડીટેઇલ તપાસવામાં આવે છે અને ત્યાર બાદ દાતાના વોટ્સેપ પર બ્લડ બેંક દ્વારા એક આધિકારીક પ્રફોર્મા આપવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશનનો સમય, સ્થળ અને તારીખનો ઉલ્લેખ કરવામા આવે છે. આ પ્રફોર્માને દાતા પોલીસને પણ બતાવી શકે છે જેથી તેને બ્લડબેંક સુધી જવાની પરવાનગી મળી શકે. આ મેસેજ 4 થી 5 કલાક સુધી જ માન્ય રહે છે. રક્તદાન પછી રક્તદાતાને કાર્ડ આપવામાં આવે છે જેના આધારે દાતા પોતાના ઘરે પરત ફરી શકે છે.

· થેલેસેમીયાના દર્દીને એક કાર્ડ આપવામાં આવે છે જેથી તે કોઈપણ બ્લડબેંકમાં પ્રવેશ મેળવી શકે. તેલંગાણા સરકારે બ્લડબેંકને દરેક જગ્યાએ સહકારની ખાતરી આપી છે જેથી તેઓ સરળતાથી થેલેસેમીયાના દર્દીઓને સેવા પુરી પાડી શકે.

લોકડાઉન દરમીયાન રક્તદાતા બ્લડબેંક સુધી કઈ રીતે પહોંચી શકે છે?

· બ્લડબેંક દાતાને તેણે સુચવેલી જગ્યાથી સેન્ટર સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ કરે છે અને દાતાને પરત તેણે સુચવેલી જગ્યા સુધી પહોંચાડે છે જેથી તેને પરીવહનની સમસ્યાનો સામનો ન કરવો પડે.

· ડૉ. જૈને એક એવી મોબાઈલ એપનો પણ ઉ્લ્લેખ કર્યો કે જે મુંબઈમાં શરૂ કરવામાં આવી છે જેના દ્વારા દાતા નજીકની બ્લડબેંકમાં બ્લડ ડોનેશનનો સમય પહેલેથી નક્કી કરી શકે છે જેથી દાતાના બ્લડબેંકમાં રહેવાના સમયને ઘટાડી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.