મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે તે ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સનું સન્માન કરશે. આ ઉપરાંત તેમણે તેમના સમર્થકોને શાંત રહેવા અપીલ કરી હતી.
EDએ રવિવારે ઠાકરે અને પૂર્વ કારોબારી અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશી સાથે જ અન્ય એક કારોબારી સહયોગીને નોટિસ પાઠવી હતી. ત્યારે ED એ રાજ ઠાકરેને આઇએલએન્ડએફએસ(IL&FS) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે હાજર રહેવા જણાવ્યું હતું.