શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના એક ઈન્સ્પેક્ટર જનરલ રેન્ક અધિકારીએ પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહ પર આરોપ લગાવ્યો છે કે, તેઓ જમ્મુ ક્ષેત્રમાં અપ્રમાણસર જમીનના માલીક છે. બસંત રથ 2000-કેડરના IPS અધિકારી, DGPના નિશાન પર ત્યારે આવ્યા જ્યારે તેમણે DGPના નામ ધરાવતા ટ્વિટર વપરાશકર્તાની પોસ્ટનો જવાબ આપ્યો.
દિલબાગ સિંહ નામ ધરાવતા ટ્વિટર યુઝરે ટ્વિટ કર્યું હતું કે, કેવી રીતે IGP રથે તેમના અભિયાન દ્વારા પુસ્તકોનું વિતરણ કરીને સમાજનું ઋણ ચૂકવી રહ્યા છે. રથે જવાબ આપ્યો "હાય, દિલબાગ સિંઘ. શું હું તમને દીલ્લો કહી શકું? શું તમે એજ છો જે ડેન્ટલ કોલેજ પાસે સરોરમાં 50 કેનાલ જમીન ધરાવે છે? શું તે તમારા નામ પર નોંધાયાલી છે?"
કાશ્મીરના ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે, ટ્વીટમાં આક્ષેપ દિલબાગ સિંહ પર નિર્દેશિત કરાયો છે કે કેમ. જો કે, દાવો ત્યારે થયો જ્યારે દિલબાગસિંહે વોટ્સએપ જૂથમાં કરેલા ટ્વિટ પર પ્રતિક્રિયા આપી, જેમાં અમલદાર, વરિષ્ઠ અધિકારીઓ અને પત્રકારો સભ્યો છે.
DGP દિલબાગસિંહે એક બિનસત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું તેને મારા નામે અથવા મારા કુટુંબમાં અથવા મારા વતી કોઈ બીજાના નામે એક ઇંચ જમીન કે મિલકત અથવા કોઈ ધંધો સિદ્ધ કરવા પડકાર ફેકુ છું અન્યથા તેને પાઠ ભણાવો જોઇએ. "
IGP કાશ્મીર વિજય કુમારે પણ બસંત રથ પર ક્ટાક્ષ કરી હતી અને તેમણે "મોટો શિસ્તભંગ" કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
"IGP બસંતે મોટો શિસ્તભંગ કર્યો છે જે દળ અને ગણવેશ સેવાઓ માટે ગંભીર ખતરો છે. જો તેમને કોઈ નક્કર ફરિયાદ હોય તો તે યોગ્ય સ્થળે નોંધાવી શકે છે. IPS દિલબાગસિંહ એક મહાન પોલીસ દળના વડા છે. અમને તેમના પર ગર્વ છે અને તેમના આદેશ હેઠળ ઉતકૃષ્ઠ કામગીરી કરી રહ્યા છીએ. "
આ પહેલીવાર નથી જ્યારે IGP રથે ઓનલાઇન કોઇનો સામનો કર્યો હોય. ગયા વર્ષે, તેમણે પૂર્વ DGP એસ પી વૈદ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન PDPના ભૂતપૂર્વ ધારાસભ્ય ખુર્શીદ આલમે રથ સામે ધમકી આપી હોવાનો આરોપ લગાવતા, ફરિયાદ નોંધાવી છે.
શ્રીનગર PDPના જિલ્લા અધ્યક્ષ રહેલા આલમે જણાવ્યું હતું કે તેમણે શનિવારે પોલીસ સ્ટેશન હુમ્હામા ખાતે પૂર્વ IG ટ્રાફિક બસંત રથ વિરુદ્ધ ઓપચારિક ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે બસંત રથ પર " ફોન પર ધમકી આપવાનો અને અસભ્ય અને નિષ્ઠુરતાથી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો."
-મીર ફરહત