ETV Bharat / bharat

નાગા પ્રજા સાથે વાટાઘાટો નિષ્ફળ જશે તો દેશને નુકસાન થશે - Formation of the State of Nagaland

ભારત સરકાર અને નાગા પ્રજા વચ્ચે વાટાઘાટોના મધ્યસ્થી આર. એન. રવિની નિમણૂક નાગાલેન્ડના ગર્વનર તરીકે જુલાઈમાં થઈ હતી, પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35Aની નાબુદી થઈ તેના કારણે વાટાઘાટો અટવાઈ પડી છે. નાગા પ્રજા માટે અલગ બંધારણ અને અલગ ધ્વજની વાત હવે શક્ય રહી નથી. રવિએ રાજ્યપાલ તરીકે ભાષણ આપ્યું તેમાં પણ અલગ ધ્વજ અને બંધારણની માગ નકારી કાઢી હતી.

નાગાલેન્ડ
નાગાલેન્ડ
author img

By

Published : Jan 11, 2021, 8:45 PM IST

ન્યૂઝ ડેસ્ક: ભારત સરકાર અને નાગા પ્રજા વચ્ચે વાટાઘાટોના મધ્યસ્થી આર. એન. રવિની નિમણૂક નાગાલેન્ડના ગર્વનર તરીકે જુલાઈમાં થઈ હતી, પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35Aની નાબુદી થઈ તેના કારણે વાટાઘાટો અટવાઈ પડી છે. નાગા પ્રજા માટે અલગ બંધારણ અને અલગ ધ્વજની વાત હવે શક્ય રહી નથી. રવિએ રાજ્યપાલ તરીકે ભાષણ આપ્યું તેમાં પણ અલગ ધ્વજ અને બંધારણની માગ નકારી કાઢી હતી.

નાગા કરારની નિષ્ફળતાના કારણો

વાટાઘાટો છેક 1995થી ચાલી રહી છે. તે વખતે નરસિંહ રાવ પારીસમાં NSCN (IM)ના નેતાઓને મળ્યા હતા. તે પછી સરકારો બદલાતી રહી છે પણ વાટાઘાટોમાં પ્રગતિ થઈ નથી. 30 જૂન 1986માં મિઝો શાંતિ કરાર થયા હતા અને આજ સુધી ટક્યા છે, પણ ઇન્ડો-નાગા કરાર ટકી શક્યા નથી. અકબર હૈદરી સમજૂતિ (1947), 16 મુદ્દાની સમજૂતિ (1960), અને શિલોંગ કરાર (1975)માં થયા, પરંતુ લાંબો સમય ટકી શક્યા નહિ. આ નિષ્ફળતા પર વિચાર કરવા જેવો છે, કેમ કે માત્ર NSCN (IM)ની નેતાગીરીમાં એકવાક્યતા નથી અથવા તો તેમના જૂથો વચ્ચે એકતા નથી તે બધા કારણો ઉપરાંત લાંબા ગાળાથી નડતરરૂપ બની રહેલા પરિબળોને પણ સમજવા જોઈએ.

નાગા કરારને નડતરરૂપ પરિબળો

ત્રણ લાંબા ગાળાના માળખાકીય પરિબળો નાગા કરારને શક્ય બનવા દેતા નથી. પ્રથમ તો તબક્કાવાર થયેલા કરારોમાં નાગા પ્રજાને રાજકીય અધિકારોની ખાતરી ઓછી થતી ગઈ છે. અકબર હૈદરી સમજૂતિમાં 9 મુદ્દા સમાવી લેવાયા હતા. તેમાં judicial, executive and legislative powers of the NNC માટે કાનૂની, વહિવટી અને વૈધાનિક સત્તા માગવામાં આવી હતી. નાગા પ્રજા વસતિ હોય તે વિસ્તારો પર NNCનો કબજો રહે તથા તે જમીન પર કર નાખવાની અને મહેસૂલ વસુલ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. સમજૂતિમાં જણાવાયું હતું કે નાગા પ્રજાને પોતાની રીતે વિકસિત થવાની તક રહેશે. આ ઉપરાંત બધા જ નાગા પ્રદેશોને એક જ વહિવટીતંત્ર હેઠળ રાખવાની પણ વાત હતી.

16 મુદ્દાની સમજૂતિ થઈ તેમાં નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, પણ તેમાં ઘણી મર્યાદા હતી. તે સમજૂતિને બે હિસ્સામાં વહેંચી શકાય. એક સમજૂતિ નાગા પ્રજા માટેની હતી. સાથે જ નાગા વિસ્તારોમાં વસતા બીજા સમૂહો અને લઘુમતી પ્રજાને તેમના ધાર્મિક, સાંસ્કૃતિક, અને વંશીય અધિકારો માટે મોકળાશ આપવામાં આવી હતી. આદિવાસી જમીન બીજાને વેચવા પર મનાઈ હતી અને સ્થાનિક રિવાજો પ્રમાણે ગ્રામસભાઓ તૈયાર કરવાની મંજૂરી હતી. બીજો હિસ્સો એ હતો, જેમાં ભારત સરકાર અને નાગાલેન્ડ રાજ્ય વચ્ચેના સંબંધોને લગતો હતો. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે રાજ્યપાલને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી. તુએન્સાંગ જિલ્લા પર વહિવટ માટેની સત્તા રાજ્યપાલને અપાઈ હતી. તેમની સત્તા પર માત્ર રિજનલ કાઉન્સિલ કાપ મૂકી શકતી હતી, પરંતુ તેના વડા તરીકે પણ ડેપ્યુટી કમિશનર મૂકાતા હતા (જે હકીકતમાં રાજ્યપાલના સબોર્ડિનેટ જ ગણાય). આ જોગવાઈઓ 13મા બંધારણીય સુધારા ધારો, 1962ના વિભાગ 2 (w.e.f. 1.12.1963)માં કલમ 371A તરીકે જોડી દેવામાં આવી હતી. તેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપરવટ જઈને કામ કરવાની સત્તા ગવર્નરે મળી જતી હતી.

નવેમ્બર 1975માં થયેલા શિલોંગ કરારમાં કોઈ અધિકારો આપવામાં આવ્યા નહોતા. કરારના અનુચ્છેદ 3(ii) તથા પેટાકરારના પાંચ અનુચ્છેદમાં ભૂગર્ભમાં રહેલા ગેરીલાઓની શરણાગતિ અને હથિયાર છોડવા અંગની જોગવાઈઓ હતી.

બીજું, 16 મુદ્દાની સમજૂતિના કારણે નાગા જૂથો વચ્ચે ભેદભાવ ઊભો કરાયો, કેમ કે

i) કરારમાં એવો રખાયો હતો કે કરાર પર નાગા પિપલ્સ કન્વેન્શનના પ્રતિનિધિઓ સહી કરશે, NNCના લોકો નહિ. તેના કારણે એવી સ્થિતિ આવી કે સશસ્ત્ર લડાય કરનારા લોકોને બળવાખોર ગણીને તે સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સમજી લેવામાં આવી. તેની સામે કામ ચલાવવાની સત્તા ગવર્નરે આપવામાં આવી. આર્મ્ડ ફોર્સીઝ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (1958) અને નાગા સિક્યુરિટી રેગ્યુલેશન ઍક્ટ 1962 લાગુ કરાયા તે પછી આ લડાયકો ભૂગર્ભમાં જતા રહ્યા.

ii) સમજૂતિ હેઠળ નાગા પ્રજા ચાર જુદા જુદા વહિવટી એકમો વચ્ચે વહેંચાઈ ગયા

iii) સમજૂતિ પહેલા અને પછી આદિવાસી જૂથો પ્રમાણે અને પ્રાદેશિક ધોરણે શાંતિ સ્થાપના પ્રયાસો થયા. 1964 પછી જિલ્લા પ્રમાણે શાંતિ સ્થાપનાના પ્રયાસો થયા. આ વિચાર હેઠળ જ તુએનસાંગ જિલ્લાનો સમગ્ર વહિવટ ગવર્નરના હાથમાં આપી દેવાયો હતો. રાજકીય હેતુ સર આદિવાસીવાદ ચલાવયો હતો. NNCના જૂથોમાં હરિફાઇ અને આદિવાસી જૂથો વચ્ચેની દુશ્મનાવટ વધી પડી અને જનરલ કૈટોની હત્યા પછી આદિવાસીઓ વચ્ચે મોટા પાયે મારકાડ થઈ હતી.

આવા વિભાજનથી NNCનું સમર્થન વિખેરાવા લાગ્યું અને તેની શ્રદ્ધેયતા ઘટી. તેના કારણે સમગ્ર નાગા પ્રજા વચ્ચે એકતા માટેની શક્યતા પાતળી થઈ, જે લાંબા ગાળાની શાંતિ માટે જરૂરી છે.

ત્રીજું, 16 મુદ્દાના કારણે નાગાલેન્ડ રાજ્યની રચના થઈ, પણ તેના લાભ રાજ્યની બહાર વસતા નાગા પ્રજા સુધી પહોંચ્યા નહિ. તેના કારણે નાગા આદિવાસીઓનો અસંતોષ રાજ્યની બહારના વિસ્તારોમાં ફેલાયો. NSCNની સ્થાપના 1980માં થઈ હતી, જેના નેતાઓ હતા મેસર મુવૈયા, ઇઝાક સ્વૂ અને ખાપલાંગ. આ રીતે નાગા લડત બીજા પ્રદેશોમાં ચાલતી રહી, તેના કારણે 16 મુદ્દાની સમજૂતિ શાંતિ સ્થાપી શકી નહિ.

16 મુદ્દાની સમજૂતિની અસર હાલની વાટાઘાટો પર

3 ઑગસ્ટ 2015ના રોજ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો તેમાં બે સ્તરે વાતચીત નક્કી કરવામાં આવી હતી. એક સ્તરમાં નાગા ધ્વજ અને બંધારણની બાબતની ચર્ચા કરવાની હતી. બીજા સ્તરે કેન્દ્ર સરકાર અને નાગાલેન્ડ રાજ્ય સરકારના અધિકારો અને કાર્યક્ષેત્રની ચર્ચા કરવાની હતી. તેમાં નાગાલેન્ડ બહારના નાગા પ્રદેશોના વહિવટના મુદ્દાને પણ સમાવી લેવાનો હતો.

અલગ ધ્વજ અને બંધારણના મુદ્દે વાતચીત અટકી પડી છે, કેમ કે રાજ્યપાલ આર. એન. રવિએ વારંવાર આ માગણીઓ નકારી કાઢી છે. તેના બદલે સશસ્ત્ર બળવાખોરો દ્વારા થતી હિંસાના મુદ્દાને વાતચીતમાં લાવવામાં આવ્યો છે.

રાજ્યપાલે 14 ફેબ્રુઆરી, 2020ના રોજ મુખ્ય સચિવને પત્ર લખીને “રાજ્ય સરકારના કર્મચારીઓના કયા સગાઓ ભૂગર્ભ સંસ્થાઓ સાથે જોડાયેલા છે’ તેની વિગતો માગી હતી. 16 જૂને મુખ્ય પ્રધાને પત્ર લખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે એમ જણાવ્યું અને જિલ્લાથી ઉપરના લેવલના પોલીસ અધિકારોની બદલી અને નિમણૂકના હકો લઈ લેવાયા હતા.

લડાયક જૂથો સામેનો આ વિરોધ સમજાય તેવો નથી, કેમ કે ભારત સરકારે તેમની સાથે વાટાઘાટો શરૂ કરી જ છે અને આ સશસ્ત્ર દળોના નેતાઓને સુરક્ષા આપવા માટેનો પત્ર પણ રાજ્યપાલે ઑક્ટોબર 2020માં મુખ્ય સચિવને લખ્યો હતો. જેમની સાથે ચર્ચા ચાલી રહી હોય તેમને દેશદ્રોહી ગણવા, નાગરિકો સાથેનો તેમનો સંપર્ક કાપી નાખવો અને નાગા જૂથોમાં ફાટ પાડવા આ બધી રીતો 16 મુદ્દાની સમજૂતિ વખતે અમલદારશાહીમાં દેખાઈ હતી તે જ માનસિકતા દેખાડે છે.

બંને પક્ષો તરફથી સારી રીતે વાટાઘાટો ચાલી રહી છે તેવું કહેવાતું રહ્યું હતું અને 2019માં વાટાઘાટોનું પરિણામ આવસે એમ કહેવાતું હતું. પરંતુ તેના અમલને કારણે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મણીપુરમાં અસંતોષ જાગી શકે છે. આ રાજ્યોના ઘણા સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે. મણીપુર સરકારે 18 ઑગસ્ટ 2020ના રોજ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બે સ્વાયત્ત જિલ્લા કાઉન્સિલની રચના માટે ભારત સરકાર સાથે કોઈ વાતચીત ચાલી રહી નથી. રાજ્ય સરકારે ગૃહ મંત્રાલય પાસેથી કરારનો મુસદ્દો માગ્યો છે, જેથી પોતાનો અભિપ્રાય આપી શકે તેમ પણ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

વંશીય જૂથો પ્રમાણે વહિવટી એકમો કરવાની રીત સામ્રાજ્ય વખતથી ચાલી આવી છે. અમુક જૂથો અમુક જ ભૌગોલિક વિસ્તારમાં રહે તે માટે સ્વાયત્ત વહિવટી એકમો બનાવાતા રહ્યા હતા. ઇનર લાઇન પરમીટ સહિતના ઉપાયો દ્વારા વિસ્તારોને અલગ રખાતા હતા. તેની જોગવાઈઓ ખાસ કરીને ઈશાન ભારતના રાજ્યો માટે કલમ 371માં વણી લેવામાં આવી હતી. બહારના લોકો આવીને વસવાટ ના કરે તે માટે ઇનર લાઇન પરમીટ જરૂરી બનાવાઈ હતી અને CAA વિરોધી આંદોલન ચાલ્યું તે વખતે મણીપુર ખીણ અને મેઘાલય માટે પણ આવી પરમીટ જરૂરી બનાવાઈ હતી.

બ્રિટિશ સામ્રાજ્યે આ રીતે વિભાજન કર્યા હતા, તેના પર કલમ 371 પ્રમાણે વધારે વિભાજન કરાયું, તેના કારણે ઈશાન ભારતની જુદી જુદી જનજાતિઓ અલગ અલગ વહેંચાઈ ગઈ. તે દરેક હવે પોતાના માટે અલગ રાજ્ય માગતી થઈ હતી. આના કારણે વંશીય ઘર્ષણ આજ સુધી થતું રહ્યું છે. નાગા - કુકી વચ્ચે અને મણીપુરમાં નાગા - મેઇતેઇ વચ્ચે વિસ્તારની બાબતમાં ઝઘડા ચાલતા રહ્યા છે. આ વૈમનસ્યને કારણે આસામ અને નાગાલેન્ડ વચ્ચે હોય કે પછી હાલના સમયમાં આસામ અને મિઝોરમ વચ્ચે હોય, સરહદના મામલે ઉગ્રતા વધતી રહી છે.

પોતાના પ્રદેશો માટેની વંશીય જૂથોની આ લડાઈમાં કેન્દ્રની નેતાગીરીને પોતાના રાજકીય રોટલા શેકવાની તક મળી જાય છે. તેઓ એક બીજા સામે જૂથોને લડાવે છે. આ રીતે ભાગલા પાડો અને શાસન કરોની નીતિને કારણે સમજૂતિ કરારો થાય તો પણ તેનો અમલ મુશ્કેલ બને છે.

શાંતિ સ્થાપનાની શક્યતા અને સમસ્યા

અલગ નાગા ધ્વજ અને બંધારણના મુદ્દે મઠાગાંઠ અને નાગાલેન્ડની બહાર વસતા નાગા લોકોના વિસ્તારમાં અલગ સ્વાયત્ત પરિષદોના મુદ્દે વાટાઘાટો ફરીથી ખોરંભે ચડી શકે છે. NSCN (IM)ના મહામંત્રી મુવૈયાએ 16 ઑક્ટોબર, 2020ના રોજ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અલગ ધ્વજ અને બંધારણની વાત નહિ હોય તે કરાર પર તેઓ સહિ કરવાના નથી. વાટાઘાટોમાંથી NSCN (IM)ને બાકાત કરીને આગળ વધવાની વાત પણ સલાહયોગ્ય નથી. નાગાલેન્ડની બહાર અરૂણાચલ, આસામ અને મણીપુરમાં વસતા નાગા લોકોને કઈ રીતે લાભો આપવા તે સમસ્યા પણ છે.

કરાર સામે NSCN (IM)ની નારાજગી હોય તે મોટો પડકાર રહેશે. 1980ના દાયકામાં આ જૂથે ભાંગફોડ શરૂ કરી હતી, તેના તરફ વળી જાય તો આ વિસ્તારમાં ફરીથી અસંતોષ જાગી શકે છે. જાણીતા ભૂગર્ભ નેતાઓએ શસ્ત્રત્યાગ કર્યો તેનો ફાયદો ધોવાઈ જશે. સરહદે ચીન ઘૂરકિયા કરી રહ્યું છે ત્યારે સરહદી વિસ્તારમાં રાજકીય અસંતોષ વધે તે જોખમ લેવાય નહિ. NSCN (IM) સાથે વાતચીત ઝડપથી પૂરી કરવાની જરૂર છે જ. ઉપરાંત ધ્વજ અને બંધારણના મુદ્દે તથા બહારના પ્રદેશોમાં નાગા કાઉન્સિલના મુદ્દે કોઈ સમાધાન થઈ શકશે ખરું?

અલગ ધ્વજની માગણી એ ભારતના સાર્વભૌમત્વને પડકાર છે એવું સમજવાની પણ જરૂર નથી. નાગા પ્રજા સિવાય અન્ય પ્રજાએ પણ અલગ ધ્વજની માગણી ઘણી વાર કરેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં હમણા સુધી અલગ ધ્વજ હતો અને તામિલનાડુએ પણ 1970માં અલગ ધ્વજની માગણી કરી હતી. કર્ણાટકમાંથી પણ 2018માં આવી દરખાસ્ત આવી હતી, પણ ભાજપ સત્તામાં આવ્યો પછી ઑગસ્ટ 2019માં તે પાછી લઈ લેવાઈ હતી.

આવી માગણીઓ ભારતીય બંધારણને પડકાર નથી. એસ. આર. બોમ્માઈ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યોનો પોતાનો ધ્વજ હોય તેની સામે બંધારણમાં મનાઈ કરવામાં આવી નથી. પ્રાદેશિક ગૌરવની લાગણી સાથે ધ્વજની માગણી થાય છે એવું સમજી લેવામાં આવે તો કદાચ મડાગાંઠ ઉકેલી શકાય.

પ્રોફેસર પાર્થસારથી ગુપ્તાએ લખ્યું હતું કે કેવી રીતે પ્રાદેશિક રાજકીય અપેક્ષાઓને ભારત સરકારે વધારે સારી રીતે સમજવાની જરૂર હતી. બાલ્ટિક દેશોના ઇતિહાસને આ માટે ધ્યાવમાં લેવો જોઈતો હતો. ઈશાન ભારતના સમુદાયોમાં પ્રાદેશિક ભાવના છે તેને સમજવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં છે તેવી રાજ્યોના સંઘની વ્યવસ્થા વિચારી શકાય. નેધરલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં રાજ્યોનો સંઘ બનાવાયો છે તેના વિશે વ્યાપક સંશોધન થયેલા થયા છે. તેના આધારે પ્રાદેશિક જૂથોની અપેક્ષાને સંતોષવા સાથે એક બહુવ્યાપી રાજ્યની રચના થઈ શકે છે.

- કુમાર સંજય સિંહ, એસોસિએટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ, સ્વામી શ્રદ્ધાનંદ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.