ETV Bharat / bharat

તેજસ્વી યાદવે આરજેડીના તમામ પોસ્ટરમાંથી લાલુ યાદવનો ફોટો દુર કર્યો - પટના

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલમાં જે બતાવવામાં આવી રહ્યું છે તે જો સાચું પડશે તો બિહારની રાજનીતિમાં નવા સૂરજનો ઉદય થશે. તેજસ્વી યાદવ બિહારની રાજનીતિના પરિવર્તનની દિશા બની જશે.

બિહારમાં ગઠબંધન સરકાર બનાવશે તો તેજસ્વી પહેરશે કાંટાળો તાજ, ઝીલવા પડશે અનેક પડકાર

author img

By

Published : Nov 9, 2020, 2:24 PM IST

  • બિહારમાં ગઢબંધન સરકાર બનાવશે તો નવો સૂરજ ઊગશે
  • તેજસ્વીએ જાહેર મંચથી લાલુ યાદવની કામગીરી અંગે માગી માફી
  • બિહારના યુવાનો તેજસ્વી યાદવને માની રહ્યા છે નવો આઈકોન

પટનાઃ બિહાર દેશના પછાત રાજ્યોની યાદીમાં છે. જેના માટે ઘણા લોકોને જવાબદાર માનવામાં આવે છે. તેજસ્વી યાદવના પિતા લાલુ યાદવ પણ આ લિસ્ટમાં છે. તેજસ્વીએ 2020 માટે રાજનીતિને જે રંગ આપ્યો છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે તેજસ્વી નીતિગત નિર્ણયના સમયે પોતાના ધૈર્યને જાળવી રાખે છે, પરંતુ જે તેજસ્વી જે આરજેડીને બનાવી રહ્યા છે જો તેમાં નીતિગત નિર્ણયને લઈને કોઈ ચૂક થશે તો બિહારના પછાત રાખવાના અનેક જવાબદાર લોકોમાં તેજસ્વીનું પણ નામ જોડાઈ જશે. તેજસ્વી માટે બિહારની રાજનીતિમાં દરેક પગલું એક નવી લડાઈ જેવું રહેશે.

રાજકીય વારસાવાળી છબીને તોડવી મોટો પડકાર

તેજસ્વી યાદવ માટે સત્તા સુધી પહોંચવું એ હવે થોડું જ દૂર છે, પરંતુ તેજસ્વી જે રાજકીય વારસાનો વંશ છે. તેના માટે તેમણે ડગલે ને પગલે પડકાર ઝીલવા પડશે. બિહારના યુવાનોએ આ યુવા રાજનેતાને નવા બિહારના ઉદ્ભવનો નવો આઈકોન માની લીધો છે. બિહારને લાગી રહ્યું છે કે, તેજસ્વી યાદવ બિહારમાં કંઈક અલગ કરશે. તેજસ્વીએ નોકરીઓ માટે જે વચન આપ્યું છે તેને પૂરું કરવું પડશે. આરજેડી માટે યાદવ જાતિની પાર્ટી હોવી એ એક મોટો પડકાર છે, જેને તેજસ્વીએ તોડવો પડશે. જંગલરાજ જેવા શબ્દ લાલુપ્રસાદ યાદવ માટે બોલવામાં આવતા હતા. તેજસ્વીએ આ છબી બદલવા મહેનત કરવી પડશે. જોકે, દાનાપુરના રિતલાલ યાદવ, મોકામાથી અનંતસિંહ, રામવલ્લભ યાદવ, રામાસિંહ જેવા બાહુબલીઓને ટિકિટ આપવાનું કામ આરજેડીએ કર્યું છે, પરંતુ આના પર અંકુશ પણ રાખવો પડશે. લાલુ યાદવના રાજમાં જેવી રીતે લોકોએ લાલુ યાદવનો ફાયદો ઉઠાવ્યો. જો આવી છૂટ મળી ગઈ તો બિહારને ખૂબ જ નુકસાન થશે, પરંતુ તેજસ્વીની તમામ મહેનત પર પાણી ફરી જશે.

તેજસ્વીએ આરજેડીના તમામ પોસ્ટરમાંથી લાલુ યાદવનો ફોટો હટાવી દીધો

વર્ષ 2020ની રાજનીતિમાં તેજસ્વી યાદવ નિર્ણય લેવા માટે કઠોર છબી લઈને ઊભરી આવ્યા છે. એ વાતની ચર્ચા પણ ખૂબ રહી હતી કે, તેજસ્વી યાદવ પિતાની વોટ બેન્કને પણ બચાવી શકે તો બહુ છે. જોકે તેજસ્વી યાદવે રાજનીતિને નવી દિશા આપવા માટે જે ઝડપ પકડી તેનાથી રાજનીતિના તજજ્ઞો પણ સમજી ન શક્યા કે આવા પ્રકારની રાજનીતિને કોણ દિશા આપી રહ્યું છે. તેજસ્વીએ આરજેડી પાર્ટીના તમામ પોસ્ટરમાંથી લાલુ યાદવના ફોટા હટાવી દીધા હતા. પાર્ટીના નેતાઓને સાફ સંદેશ આપવામાં આવ્યો છે કે, પાર્ટીમાં શિસ્તનું મહત્ત્વ સૌથી વધુ રહેશે અને જો કોઈ શિસ્તનો ભંગ કરશે તો તેને સહન કરવામાં નહીં આવે.

તેજસ્વીની ગતિ જોઈને અનેક ચહેરાઓ પર હતાશા

તેજસ્વી યાદવે મંચ પરથી પોતાના પિતા લાલુ યાદવના 15 વર્ષના કામકાજને લઈને માફી પણ માગી હતી. જ્યારે રાજનીતિમાં એવી ચર્ચા છે કે, તેજસ્વીએ હતાશામાં આ નિવેદન આપ્યું છે, પરંતુ રાજનીતિમાં જે પરિવર્તન તરફ તેજસ્વીએ દોટ મુકી છે તેનાથી ઘણા ચહેરાઓ પર હતાશા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.