ETV Bharat / bharat

દુલ્હનની જગ્યાએ કેજરીવાલને પ્રેમ, વરરાજાએ લગ્નકાર્ડ પર લખ્યું 'I LOVE કેજરીવાલ' - લગ્ન કાર્ડ પર 'I LOVE કેજરીવાલ' છપાવ્યું

જોધપુરના બાલેસરમાં રહેતા એક વ્યક્તિનું લગ્ન છે, ત્યારે વરરાજાએ લગ્ન કંકોત્રી પર અરવિંદ કેજરીવાલ પ્રેમ વરસાવી 'આઈ લવ કેજરીવાલ' છપાવી લીધુ હતું. આ વરરાજાનું નામ નિલેશ છે. જે અરવિંદ કેજરીવાલના અન્ના આંદોલનના સમયથી તેનો સમર્થક છે.

jodhpur
જોધપુર
author img

By

Published : Feb 16, 2020, 12:02 PM IST

જોધપુરઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત રામલીલા મેદાનમાં CM તરીકે શપથ લીધા છે, ત્યારે ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવાની સાથે સાથે કેજરીવાલની લોકપ્રિયતા પણ વધી રહી છે. લોકપ્રિયતાની અસર એવી છે કે, એક વરરાજા નિલેશના 5 દિવસ પછી લગ્ન છે, જેણે પોતાના લગ્નકાર્ડ પર 'આઈ લવ કેજરીવાલ' છપાવ્યું છે.

વરરાજા નિલેશ જોધપુરના બાલેસર વિસ્તારમાં રહે છે. પોતે આયુર્વેદ તબીબી કામ કરે છે અને હાલમાં તે એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. નિલેશના લગ્ન 21 ફેબ્રુઆરીએ થવાના છે અને તે કેજરીવાલનો એટલા મોટો સમર્થક છે કે, પોતાના લગ્નકાર્ડ પર આઈ લવ કેજરીવાલ છપાવી લીધું છે.

દુલ્હનની જગ્યાએ કેજરીવાલને પ્રેમ, વરરાજાએ લગ્નકાર્ડ પર લખ્યું 'I LOVE કેજરીવાલ'

નિલેશ પોતાનીી દીવાનગી વિશે વાત કરતા જણાવે છે કે, કેજરીવાલનું એટલા માટે સમર્થન કરૂ છું કે, અન્ના આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા હતી. દિલ્હીમાં બીજીવાર મુખ્યપ્રધાન બન્યા પછી તેમણે સામાન્ય લોકોની સુખાકારીમાં કામ કર્યું છે અને દિલ્હીને આગળ વધાર્યુ છે તે વખાણવા યોગ્ય છે. મને એ વાતનો પણ અફસોસ છે કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 70 બેઠકો જીતી શકી નથી. હું કેજરીવાલને દેશના ભાવિ વડાપ્રધાન પણ માનું છે.

જો કે, હજી સુધી તે કેજરીવાલને મળ્યો નથી, પરંતુ તેની ઇચ્છા છે કે, તે હોળી પછી દિલ્હી જશે અને અરવિંદ કેજરીવાલને મળશે. આ સમયે કેજરીવાલના મિત્રએ કહ્યું કે, અમે નિલેશનું હુલામણું નામ કેજરીવાલ રાખ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.