ETV Bharat / bharat

છત્તીસગઢના કોરબામાં પતિ-પત્નિએ દોઢ વર્ષની બાળકી સાથે કરી આત્મહત્યા

author img

By

Published : Jun 13, 2020, 2:55 PM IST

છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક દંપતિએ પોતાની દોઢ વર્ષની બાળકી સાથે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આપઘાતનું કારણ પતિ-પત્નિ વચ્ચે કંકાસ હોવાનું જણાય છે. પરંતુ આત્મહત્યાનું મૂળ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

news
news

છત્તીસગઢઃ રાજ્યના કોરબામાં દોઢ વર્ષની બાળકી સહિત પતિ અને પત્નીનો મૃતદેહ તેમના ઘરમાં લટકતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં પતિ-પત્ની વચ્ચેના પરસ્પરના વિવાદમાં આત્મહત્યા કરી હોવાનું જણાય છે. આ કેસ જિલ્લાના દીપકા ક્ષેત્રના પુનર્વસન ગામ સિરકીમાં આવેલા ગાંધીનગરનો છે.

આ સમગ્ર મામલો દીપકા ક્ષેત્રના આવેલા ગામ સિરકીનો છે. જ્યાં રહેતો અશોક રાત્રે એક ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. તેના લગ્ન બાલોડાની રાગિની સાથે 4 વર્ષ પહેલા થયા હતા. પડોશીઓના જણાવ્યા મુજબ, દરેક બે દિવસે તેમના કોઈને કોઈ વાતને લઈને તે દંપતિ વચ્ચે ઝઘડો થતો હતો.

શનિવારે સવારે, જ્યારે દંપતીના ઘરનો દરવાજો વધુ સમય સુધી ખુલ્યો ન હતો. એટલે પડોશીઓને શંકા થતાં કેટલાક લોકોએ ઘરમાં જોવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઘરમાં લટકતા મૃતદેહને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, એક ઓરડામાં દોઢ વર્ષની બાળકી અને તેના પિતા અશોકનો મૃતદેહ ફાંસી પર લટકતો હતો. જ્યારે ઘરના બીજા ઓરડામાં અશોકની પત્ની રાગિણીનો મૃતદેહ પંખે લટકતો જોવા મળ્યો હતો.

આ અંગે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ સવારે 9:00 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ઘરમાં પતિ-પત્ની સહિત દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું. હાલ, પોલીસ ત્રણેય મૃતદેહને જપ્ત કરીને તપાસ કરી રહી છે.

દીપકા પોલીસ મથકના ટીઆઈ હરીશચંદ્ર તાંડેકર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યાં છે. આ ઘટના સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, આવા કેસમાં તમામ કાર્યવાહી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પૂર્ણ કરવામાં આવે છે. આ કેસ આત્મહત્યાનો હોવાનું જણાય છે. પંરતુ જેની વિગતવાર માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ આપી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.