ETV Bharat / bharat

ત્રીસ વર્ષ પછી સ્વયંની કાળજી કેવી રીતે રાખવી? - ઈટીવી ભારત ન્યૂઝ

ત્રીસ પછીની વય એવો સમય છે, જ્યારે તમારૂં શરીર મોટા ફેરફારોમાંથી પસાર થાય છે. તમારે એવી ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, જેની ઉંમરની વીસીમાં તમે કદીયે પરવા ન કરી હોય.

ત્રીસ વર્ષ પછી સ્વયંની કાળજી કેવી રીતે રાખવી?
ત્રીસ વર્ષ પછી સ્વયંની કાળજી કેવી રીતે રાખવી
author img

By

Published : Nov 16, 2020, 9:49 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ત્રીસ પછીની વય એવો સમય છે, જ્યારે તમારૂં શરીર મોટા ફેરફારોમાંથી પસાર થાય છે. તમારે એવી ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, જેની ઉંમરની વીસીમાં તમે કદીયે પરવા ન કરી હોય. શરીરમાં અચાનક જ શરૂ થઇ જતા દુખાવાથી લઇને ચયાપચયના દરમાં ઘટાડા અને કિડનીમાં પથરીના વધતા જોખમ તથા યુટીઆઇ સહિતની તકલીફોનો સમાવેશ થાય છે. સદ્ભભાગ્યે ઉંમરની ત્રીસીમાં તમે સ્વયંની કાળજી લઇ શકો, તેવા કેટલાક ચોક્કસ સરળ ઉપાયો છે. તે પૈકીના કેટલાક ઉપાયો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ

તમે શું આરોગો છો, તેના પર ધ્યાન આપોઃ

તમે શું આરોગો છો, તેના પર ધ્યાન આપો
તમે શું આરોગો છો, તેના પર ધ્યાન આપો

થર્ટીઝ એ આપણાં શરીરમાં થતા ફેરફારો અનુસાર જીવનશૈલીમાં કેટલાક પરિવર્તનોને અપનાવવાનો સમય છે. થર્ટીઝ અગાઉના સમયમાં તમે વધુ સ્વતંત્ર હોવ છો, કારણ કે તે સમયે તમારા શરીરનાં અંગો શ્રેષ્ઠ રીતે કાર્ય કરતાં હોય છે. આ કાર્યો થર્ટીઝ પછી ધીમાં પડે છે. આથી, આ વયે પ્રોસેસ્ડ, તેલયુક્ત, મસાલાવાળા અને ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન શક્ય તેટલું ઓછું કરી નાંખવું. તેને સ્થાને આહારમાં સલાડ, ફળો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ફાઇબર વધુ પ્રમાણમાં હોય તેવા પદાર્થોને સ્થાન આપવું જોઇએ, કારણ કે આવા પદાર્થો કોલેસ્ટરોલ, હૃદયની તકલીફો, હાઇપર ટેન્શન વગેરે ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે જ, માતાની વાંત સાંભળીને નિયત સમયે ભોજન આરોગવાનું ભૂલશો નહીં!

કસરત કરવાનું શરૂ કરી દો

કસરત કરવાનું શરૂ કરી દો
કસરત કરવાનું શરૂ કરી દો

આ વાત તમે અત્યાર સુધીમાં સેંકડો વખત સાંભળી ચૂક્યા હશો અને હવે તેના પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. શરીરની ફિટનેસ માટે સાનુકૂળ સમય ફાળવો. આ માટે, વોકિંગ, ધીમું જોગિંગ, સિટ અપ્સ વગેરે જેવી હળવી કસરતોથી શરૂઆત કરી શકાય. ત્યાર બાદ વધુ કસરત કરવી. આ દરમિયાન તમે પ્રોફેશનલના સંપર્કમાં રહો, તે હિતાવહ છે, જેથી તેઓ તમને સાચી સલાહ આપી શકે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે, નિયમિતપણે એક્સરસાઇઝ કરવાથી શરીરનાં અંગો તથા શરીરની વ્યવસ્થા તંદુરસ્ત રીતે કાર્ય કરી શકે છે.

તણાવથી દૂર રહો

તણાવથી દૂર રહો
તણાવથી દૂર રહો

થર્ટીઝનો સમય સ્હેજ સ્વાર્થી બનીને સ્વયંની શાંતિ માટે વિચારવાનો પણ સમય છે. જો આ માટે તમારા જીવનમાંથી કેટલાક દ્વેષીલા લોકોને વિદાય આપવી પડે તેમ હોય, તો આપી દો. તમારા માટે તણાવનું સર્જન કરે અથવા તો જેના કારણે તમને અસલામતી થાય, તેવી સ્થિતિથી દૂર રહેવા જેવા કેટલાક આકરા નિર્ણયો લો. સ્વયંને પ્રેમ કરવાનું શરૂ કરો અને તમારી મર્યાદાઓની આકરી કસોટી ન કરો. તમારા પ્રિયજનોની જરૂરિયાતો સંતોષવાની કે ઓફિસની જરૂરિયાતો પૂરી કરવાની વાત આવે, ત્યારે એક સીમા કરતાં આગળ વધવાનું આવે, ત્યારે ‘ના’ કહેતાં શીખો. તણાવ અને ટેન્શન હૃદય સંબંધિત તકલીફો અથવા તો હોર્મોનલ અસંતુલનમાં વધારો કરી શકે છે.

એક રૂટિન નક્કી કરો

એક રૂટિન નક્કી કરો
એક રૂટિન નક્કી કરો

તમારો સમગ્ર દિવસ એક નિયત રૂટિન અનુસાર પસાર કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળી શકે છે, ખાસ કરીને જ્યારે તમે તંદુરસ્ત અને ઊર્જાથી ભરપૂર રહેવાની કોશીશ કરી રહ્યા હોવ, ત્યારે. પરંતુ તેનો અર્થ એ નથી કે, તમે સ્વયંને પ્રતિકૂળ સ્થિતિમાં મૂકી દો અને તેની ટેવ પાડો, જરૂર પડ્યે સમય લો. મોટા ફેરફારો રાતોરાત નથી થઇ જતા. દિવસનાં જે મોટાં કાર્યો હોય, તે માટે એક સમય નક્કી કરો અને લગભગ આખો દિવસ ઉત્સાહમાં પસાર થાય, તેનું ધ્યાન રાખો. રૂટિનને વળગી રહેવાનો અર્થ એ પણ છે કે, તમે તમારા આરોગ્ય અને ફિટનેસ માટેનાં કાર્યોને ચૂકશો નહીં અને તે તમારા માટે લાંબા ગાળે મોટા આશીર્વાદરૂપ સાબિત થશે.

આમ, એક બિન્દાસ્ત કોલેજ ગર્લમાંથી પરિવાર અને કામ વચ્ચે સતત વ્યસ્ત રહેતી મહિલા તરીકેની ભૂમિકા ભજવવા દરમિયાન થર્ટીઝનો ગાળો મહિલાઓના જીવનમાં મોટા ફેરફારો લાવનારો બની રહે છે, પણ જો તમે કેટલીક શારીરિક અને માનસિક પ્રક્રિયાઓનું અનુસરણ કરશો, તો આ તબક્કાને જીવનના શ્રેષ્ઠ પૈકીના એક તબક્કામાં રૂપાંતરિત કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.