ETV Bharat / bharat

ભારતમાં કુપોષણના જુદા જુદા પ્રકારોને કેવી રીતે નાથવા - different types of malnutrition

છેલ્લે થયેલા પોષણ અંગેના સર્વેમાં એવો ખ્યાલ આવ્યો છે કે ભારતમાં હજીય કુપોષણનું પ્રમાણ ઊંચું છે (17% વેસ્ટિંગ, 35% સ્ટન્ટિંગ, 33% અંડરવેઇટ) અને બીજી બાજુ સ્થૂળતા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં બ્રાઝીલના વડા પ્રધાન જેર બોલ્સોનારોને 71મા પ્રજાસત્તાક દિને આમંત્રણ અપાયું તે આવકારદાયક હતું. ચાર દાયકા કરતાં પણ ઓછા સમયમાં બ્રાઝીલ સ્ટન્ટિંગનું પ્રમાણ 55%થી ઘટાડીને 6% જેટલું કરીને વિશ્વમાં નામના કમાયું છે. સ્ટન્ટેડ એટલે કે અવિકસિત બાળકોની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરી શકાયો છે.

ભારતમાં કુપોષણના જુદા જુદા પ્રકારોને કેવી રીતે નાથવા

author img

By

Published : Feb 20, 2020, 11:31 AM IST

બ્રાઝીલ આ કઈ રીતે કરી શક્યું? બ્રાઝીલે પહેલાં તો શારીરિક વિકાસ ના થવાના કારણો શોધી કાઢ્યા. પૂરતું ભોજન ના મળવું, બાળકો તથા સ્ત્રીઓની કાળજીનો અભાવ, અપૂરતી આરોગ્ય સુવિધાઓ અને બિનતંદુરસ્ત વાતાવરણ તેના મુખ્ય પરિબળો જણાયા.

ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. જોકે બીજા દેશોએ તેના માટે જે ઉપાયો અજમાવ્યા તે આપણે સીધા અપનાવી શકીએ નહિ. પરંતુ તેમાંથી બોધપાઠ લઈને આપણી જરૂરિયાત મુજબના ઉપાયો કરી શકીએ છીએ.

આ લેખ દ્વારા હું શું સાબિત કરવા માગું છું? કશું નહિ - ફક્ત સરકારનો “કુપોષણ મુક્ત ભારત 2022”નો હેતુ સિદ્ધ થાય તે માટેનો જ પ્રયાસ છે. હું એવા કેટલા સૂચનો કરવા માગું છું જે કુષોપણને નાથવા માટેની E-F-F-E-C-T (ઇફેક્ટ - અસર) ઊભી કરી શકે.

E. EVIDENCE (પુરાવા) – પૂરતા પ્રમાણમાં યોગ્ય માહિતી એકઠી થાય તે જરૂરી છે. તેના આધારે જ રિયલ ટાઇમમાં, તાત્કાલિક પગલાં લઈ શકાય. માહિતી મળ્યા પછી તેના પર અસરકારક રીતે દેખરેખ અને મૂલ્યાંકન થાય તે પણ જોવાનું રહેશે.

F. FOOD SYSTEMS (ખોરાક) – તંદુરસ્ત પ્રજા માટે સૌથી જરૂરી છે તંદુરસ્ત ખોરાક. અત્યારના ખોરાકને કારણે ઉલટાનો ચરબીયુક્ત, ખાંડ અને મીઠા સાથેનો ખોરાક વધી રહ્યો છે અને ઘરે રાંધેલું ખાવાનું ઘટી રહ્યું છે. ઘરમાં જ તૈયાર થતા વૈવિધ્ય સાથેના તાજા, ઋતુ આધારિત અને સ્થાનિક રીતે ઉપરાંત શાકભાજી અને ફળો પ્રમાણેનું ભોજન જરૂરી છે.

આપણા કુપોષણ નિવારણ કાર્યક્રમમાં અનાજના લોટમાં તત્ત્વો ઉમેરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પણ તેની સામે નવી પેઢીમાં પરંપરાગત ભોજનનો સ્વાદ જગાવવામાં આવે તે લાંબા ગાળે વધારે ફાયદાકારક સાબિત થશે. ભારતીય વાનીઓને ફરી થાળીમાં પીરસવી જરૂરી છે.

F. FINANCES – નાણાં વિના કશું થતું નથી! જાહેર આરોગ્ય માટે અને પોષણયુક્ત આહાર માટે ભંડોળ ફાળવવું જરૂરી છે. સાથે જ લોકોને પૌષ્ટિક આહાર તરફ વાળવા માટેન નાણાંકીય ઉપાયો પણ કરવા જરૂરી છે. ગરીબી નિવારણ પર ધ્યાન કેન્દ્રીત કરવું, આવકની અને સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા દૂર કરવી પણ જરૂરી છે.

સરકાર પ્રયત્નો કરી રહી છે, પણ આવકની સમાન વહેંચણી થાય અને આરોગ્ય તથા પોષણ સેવાનો લાભ વધારે લોકોને મળે તેમ કરવાથી ગરીબોના ઘરમાં દિવા થશે. ભ્રષ્ટાચારને કારણે સરકારી રાહતો ચવાઈ જાય છે તે બંધ કરીને જવાબદારીઓ નક્કી કરવી જરૂરી છે.

E. EXCLUSIVE સ્તનપાન – સરકાર પોતાની રીતે ઘણા પ્રયાસો કરી શકે છે, પણ કુટુંબે નવજાત શીશુઓની સંભાળ લેવામાં સ્વંય કાળજી રાખવી પણ જરૂરી છે. તેની પાછળ સામાજિક અને રિતરિવાજો (કૌટુંબિક સ્થિતિ, સામાજિક-આર્થિક સ્થિતિ, સ્રોતોની ઉપલબ્ધિ, રોજગાર માટેની સહાયક નીતિઓ) વગેરે પણ કારણભૂત હોય છે. પરંતુ આવા બહાના દ્વારા બે વર્ષની નાના બાળકોમાં 7%ને પૂરતું ભોજન ના મળે તે ચલાવી લેવાય નહિ.

શીશુના પ્રારંભના મહિનાઓમાં કુપોષણનો ખ્યાલ આવતો નથી અને વાલીઓને ખ્યાલ પણ નથી આવતો કે તેઓ બાળકને પૂરતું પોષણ, ખોરાકમાં વૈવિધ્ય અને નિયમિત અંતરે ભોજન આપી રહ્યા છે કે કેમ. આપણા સમાજમાં સ્તનપાન હવે વહેલું બંધ કરી દેવામાં આવે છે. તેની સામે યોગ્ય આહાર આપવાનું મોડું શરૂ થાય છે. સ્વચ્છતા અને ચોખ્ખું વાતાવરણ, કાળજી સાથે ભોજન રાંધવું અને સમયસર રસીઓ મૂકાવી દેવી પણ જરૂરી હોય છે. આપણે જાણીએ છીએ કે બાળકના પ્રારંભિક 1000 દિવસમાં જો તેના શારીરિક અને માનસિક વિકાસ પર અસર થઈ તો તેને નાબુદ કરવામાં બહુ લાંબો સમય લાગી જાય છે.

પોષણ આપવાની બાબતમાં ઉતાવળિયા અને ટૂંકા ગાળાના ઉપાયો પણ સમસ્યારૂપ છે. નેશનલ ફૂડ સિક્યુરિટી ઍક્ટ હેઠળ માત્ર અનાજમાં સબસિડી આપવી, અને (રેશન, મધ્યાહ્ન ભોજન, આંગણવાડી ભોજન વગેરેમાં) કાર્બોહાઇડ્રેટ સાથેનું ભોજન આપવું તેના પર જ ધ્યાન આપવામાં આવે છે. તેના કારણે બાળકોનો વિકાસ જાળવી શકાતો હશે, પણ તેની પ્રતિકારશક્તિ પર અસર થઈ શકે છે. એક પ્રકારના કુપોષણમાંથી બીજા પ્રકારના કુપોષણનો ભોગ બાળકો ના બને તે જોવું રહ્યું. ફળ, લીલા શાકભાજી, ઇંડા અને કઠોળ આપવાના કારણે કેટલાક રાજ્યોમાં સારા પરિણામો મળ્યા છે, પણ આ પ્રયાસોને ગતિ આપવાની જરૂર છે.

C. CONVERGENCE AND CAPACITY BUILDING - પોષણની સાથે શુદ્ધ જળ, સ્વચ્છતા, રોજગાર, શિક્ષણ, પ્રચાર, રસીકરણ, કૃષિ અને પર્યાવરણમાં સુધારો જેવી બાબતોને સાથે જોડવી જરૂરી છે. સમગ્રતયા વિચાર કરવામાં આવે ત્યારે જ સાચો ફાયદો થાય છે. જુદા જુદા ક્ષેત્રમાં સામુહિક રીતે પ્રયાસો કરવામાં આવે ત્યારે જ ખરેખર તો સુપોષણની સ્થિતિ પેદા થાય છે. સંયુક્ત જવાબદારી, મજબૂત અને નિશ્ચિત સમયમર્યાદા સાથેની માળખાકીય સુવિધાઓ અને તેના અમલ માટેના ઉપાયો ઉપયોગી થઈ શકે છે. ખાલી પડેલી જગ્યાઓ ભરવી, ભરતીમાં મોડું થતું અટકાવવું, સમયસર પ્રમોશન આપવું, ટૂંકા ગાળાની તાલીમ આપીને ક્ષમતા વધારવી વગેરે પણ જરૂરી છે. જુદા જુદા ક્ષેત્રોને જોડીને કામ કરી શકે તેવા કર્મચારીગણને કારણે કાર્યક્ષમતા સુધરી શકે છે. તેઓ સ્થાનિક ધોરણે જ સમસ્યાની ચર્ચા કરીને સ્થાનિક ધોરણે જ ઉપાયો શોધી શકે છે. કર્મચારીઓનો ઉત્સાહ જળવાઈ રહે અને એકધારું કંટાળાજનક કામ પણ ટાળી શકાય. સાથે જ જવાબદારીઓ પણ નક્કી થાય.

T. TECHNOLOGY જેનાથી સ્થિતિને સમજીને પોષણ વધારવા તરફ વળી શકાય – સરકારી અને વ્યક્તિગત બંને ધોરણ ટેક્નોલૉજી સુપોષણની દિશામાં આગળ વધવા માટે ઉપયોગી થઈ શકે છે. પ્રથમ તો ટેક્નોલૉજીના કારણે સારો વિકલ્પ પસંદ કરવા માટેની જાણકારી મળે છે; બીજી બાજુ તેનાથી સોશ્યલ મીડિયાની તાકાતનો ઉપયોગ કરીને સામાજિક જાગૃતિ ફેલાવી શકાય છે. જન આંદોલન અને સહભાગીદારી માટે લોકોને પ્રેરી શકાય છે. લોકોને સકારાત્મક વર્તન તરફ વાળે તેવી ટેક્નોલૉજી પર ભાર મૂકવો રહ્યો. જીવનધોરણમાં સુધારા માટે આધુનિક ઉપકરણોનો પણ ઉપયોગ કરવો રહ્યો.

યોગ્ય દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો વહેલા મોડા તેના દેખીતા પરિણામો જોવા મળશે. જાહેર પોષણ માટેના લગભગ દરેક વય જૂથના લોકો માટેના કાર્યક્રમો અને નીતિઓની બાબતમાં વૈવિધ્ય ધરાવતા દેશ તરીકે ભારત ગૌરવ લઈ શકે તેમ છે. આમ છતાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે, નવી ઉર્જા અને ઉત્સાહ સાથે બધા લોકો સક્રિય થાય, દરેક પ્રકારના કુપોષણની નાબુદી માટેના પ્રયાસો તેજ થાય, અને નવા નવા વિચારોને સંયુક્ત પ્રયાસોથી અમલમાં મૂકવામાં આવે તો લક્ષ્ય પાર પાડી શકાશે.

શ્વેતા ખંડેલવાલ, પ્રોફેસર, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા. લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.