ન્યુઝ ડેસ્ક:લોકડાઉન દરમિયાન ઘરેથી કામ કરતી વેળાએ સતત વર્કીંગ મોડમાં રહેવામાં જો તમે મુશ્કેલી અનુભવતા હોવ તો તમારી દીનચર્યાને વળગી રહેવું જોઇએ.
આ ઉપરાંત જે રીતે તમે ઓફિસમાં ડ્રેસ અપ કરો છો એ જ રીતે ડ્રેસ અપ કરીને કામ કરવા જેવી કેટલીક ટીપ્સ તમને મદદરૂપ થઇ શકે છે.
જાણીતી સ્ટેટજી અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની, ‘બેઇન & કંપની’ના કહેવા પ્રમાણે, તમારી દીનચર્યાને જાળવી રાખવી, દરરોજના સમયે જ ઉઠવું, સ્નાન કરવું, તૈયાર થવું જેવી ટીપ્સ તમને ‘વર્ક ફ્રોમ હોમ’ સમયે ઉપયોગી થઈ શકે છે.
એક અહેવાલ પ્રમાણે લોકડાઉનમાં તમે જ્યારે ઘરેથી કામ કરી રહ્યા છો અને સતત ‘વર્કીંગ મોડ’માં રહેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો ત્યારે તમારી દીનચર્યાને જાળવી રાખવી, તમે ઓફિસમાં જે રીતે ડ્રેસીંગ કરો છો એ રીતે ડ્રેસીંગ કરવું જેવી કેટલીક ટીપ્સ તમારા કામની ઉત્પાદન ક્ષમતા વધારવામાં તમને મદદરૂપ થઈ શકે છે.
જાણીતી સ્ટેટજી અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની, ‘બેઇન & કંપની’ના કહેવા પ્રમાણે, ‘વર્ક ફ્રોમ હોમ’ માટેની કેટલીક ટીપ્સ આ પ્રમાણે છે,
જે દીનચર્યાને તમે પહેલેથી અપનાવતા આવ્યા છો એ જ દીનચર્યાને જાળવી રાખો. તમારા રોજના સમયે ઉઠો, સ્નાન કરો, તૈયાર થાઓ, નાસ્તો કરો અને ત્યાર બાદ જે રીતે તમે સામાન્ય દીવસોમાં ઓફિસ દરમીયાન કામ કરો છો એ જ રીતે કામની શરૂઆત કરો. બીજી એક બાબત એ ધ્યાનમાં રાખો કે તમારી પ્રાઇવેટ લાઈફને જે રૂમની અંદર તમે તમારી ઓફિસનું કામ કરો છો એ રૂમની બહાર રાખો. જો તમારે તમારા ફોનની અંદર પ્રાઇવેટ મેસેજ ચેક કરવા છે તો એક નાનો બ્રેક લો, રૂમની બહાર જાઓ અને તમારી એ પ્રાઇવેટ સ્પેસની અંદર એ મેસેજીસ ચેક કરો. ‘બ્રેઇન એન્ડ કંપની’ના કહેવા પ્રમાણે, તમારા ‘વર્ક ફ્રોમ હોમ’ને અસરકારક બનાવવા માટે બ્રેક લેવો ખુબ જ જરૂરી છે.
‘બ્રેઇન એન્ડ કંપની’નું માનવું છે કે, “તમારી જાતને બ્રેક આપતા રહો. તમરી બેટરીને ચાર્જ કરવા માટે બ્રેક ખુબ જ જરૂરી છે. આ બ્રેક નાનો હોઈ શકે છે, જેમ કે સોશીયલ મીડિયા ચેક કરવા માટેનો પાંચ મીનિટનો બ્રેક અથવા મોટો પણ હોઈ શકે છે જેમ કે પીસતાળીસ મીનિટનો લંચ બ્રેક...”
આ ઉપરાંત ઓફિસનુ કામ કરતા સમયે ઘરના કોઈ પણ કાર્યમાં પોતાની જાતને ન જોડવી એ પણ હિતાવહ છે.
સમયનો સૌથી વધુ ઉપયોગ કરવા માટે દીવસ દરમીયાન, અઠવાડીયા દરમીયાન અને મહિના દરમીયાન તમારે કરવાના કામોની યાદી બનાવો અને સમયે સમયે તેને જોતા રહો. આ સાથે જ તે કાર્યોને પુર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી લો.
આખા એપાર્ટમેન્ટમાં વર્ક કરવાની જગ્યાએ કામ કરવા માટે એક ચોક્કસ રૂમ નક્કી કરો અને ત્યાં ભોજન લેવાનું ટાળો.
‘બેઇન & કંપની’ના કહેવા પ્રમાણે, “જો તમારા પાર્ટનર પણ ‘વર્ક ફ્રોમ હોમ’ પદ્ધતીથી કામ કરે છે તો નીશ્ચીત કરી લો કે કોણ, કયા સમયે વર્કપ્લેસનો ઉપયોગ કરી શકશે. કામના કલાકો દરમીયાન જો ફોન પર વાતચીત કરવાની છે તો બીજાને ડીસ્ટર્બ કર્યા વીના કોલ ક્યાંથી થઈ શકે તે પણ નક્કી કરો.” આ ઉપરાંત એક સારૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવુ અને સારી કનેક્ટીવીટિ હોવી એ તમારા ‘વર્ક ફ્રોમ હોમ’ને વધુ સરળ બનાવી શકે છે.