ETV Bharat / bharat

તમારા બાળકના ડીજીટલ આઇસ્ટ્રેનને કેવી રીતે સંતુલીત કરશો? - Covid-19

પોતાના બાળકનો સ્ક્રીન ટાઇમ કેવી રીતે ઓછો કરવો એ હાલમાં દરેક માતા-પિતા માટે એક પડકાર બની ગયો છે. શું માતા પિતા તેમના બાળકના ડીજીટલ આઇટ્રેનને સંતુલીત કરી શકે ? માતાપિતા આંખના ચીકીત્સકોને સતત તેમના બાળકો દ્વારા ફોન કે ટેલીવીઝન પર વીતાવવામાં આવેલા કલાકો વીશે અને તેના કારણે થતા તનાવની માત્રા અંગે ફરિયાદ કરતા જોવા મળે છે. Covid-19ને કારણે થયેલા લોકડાઉનને કારણે આ કલાકોમાં ઉમેરો થયો છે. ઘરની બહાર નીકડીને રમવાની કોઈ તક ન મળવાને કારણે તેમજ ઓનલાઇન ક્લાસીસ, અસાઇનમેન્ટ્સ, ચેટીંગ, ગેમીંગ અને શો તેમજ ફિલ્મો જોવાને કારણે બાળકોના સ્ક્રીન ટાઇમમાં ખુબ વધારો થયો છે.

a
તમારા બાળકના ડીજીટલ આઇસ્ટ્રેનને કેવી રીતે સંતુલીત કરશો?
author img

By

Published : Jul 2, 2020, 7:35 PM IST

ગોવા મેડીકલ કોલેજના નેત્ર નિષ્ણાંત, ડૉ. નીખીલ એમ કામતના મતે, “જો ગેજેટના ઉપયોગ અને આંખની કાળજી વચ્ચે સંતુલન જાળવવામાં આવે તો ડીજીટલ આઇસ્ટ્રેનથી બચી શકાય છે. માતાપિતાએ બાળકનો સ્ક્રીન ટાઇમ નક્કી કરવાની જરૂર છે અને જો કોઈ બાળક માથાના દુખાવાની ફરીયાદ કરે તો તેને તુરન્ત નેત્રના ચીકીત્સક પાસે તપાસ કરાવવાની તેમજ જો ચશ્માની જરૂર હોય તે તેને એ પહેરાવવાની પણ જરૂર છે. ચશ્માથી ટેવાયેલા થવામાં બાળકને સમય લાગે છે તેથી માતા-પિતાની એ ફરજ છે કે બાળકને ચશ્મા પહેરવા માટે સમજાવવુ અને તેને પ્રેરીત કરવું. બાળકને દર 20-30 મીનિટ બાદ દુરની વસ્તુ જોઈને વીરામ લેવાનુ કહેવુ જોઈએ તેમજ એક કલાક સ્ક્રીનનો ઉપયોગ કર્યા પછી 10 મીનિટનો વિરામ લેવાની સુચના પણ આપવી જોઈએ.”

તેમણે આગળ ઉમેર્યુ હતુ કે, “જે બાળકો વધુ માત્રામાં ગેજેટનો વપરાશ કરે છે તેવા બાળકોમાં ધુંધળુ દેખાવુ, વસ્તુ સામે જોવામાં મુશ્કેલી, આંખો ખેંચાવી, થાક તેમજ શુષ્કતા અને માથાનો દુખાવો જેવી આંખને લગતી ફરીયાદો સામાન્ય છે. આ તકલીફોનું કારણ એ છે કે મોટા ભાગના બાળકો તજજ્ઞો દ્વારા સુચીત કરવામાં આવેલા રીફ્લેક્ટીવ કરેક્શન અથવા ગ્લાસનો ઉપયોગ નથી કરતા, પુરતા પ્રમાણમાં આંખોને ઝબકાવતા નથી, ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ કરે છે અથવા સ્ક્રીન પર જોવા માટે તેમની આંખને ખુબ જીણી કરે છે.”

આંખોને ઝબકાવવાથી આંખોમાં કુદરતી રીતે જ તેલ ઉંઝાવાનું કામ થાય છે જે આંખોને શુષ્કતા ઇને બળતરાથી બચાવે છે. સોશીયલ ડીસ્ટન્સીંગની જેમ જ આપણે ડીજીટલ ડીસ્ટન્સીંગને પણ અપનાવવાની જરૂર છે. જ્યાર ગેજેટ સામે બેઠા હોઈએ ત્યારે કમ સે કમ એક ફુટનું અંતર રાખવુ આવશ્યક છે. ગરદન અને પીઠના દુખાવાથી બચવા માટે યોગ્ય મુદ્રામાં બેસવુ પણ ખુબ જરૂરી છે. મોનીટરને આંખના સ્તરથી નીચે રાખવાની જરૂર છે અને સક્રીનની બ્રાઇટનેસને પણ આંખની અનુકુળતા પ્રમાણે રાખવાની જરૂર છે. જ્યાં બેસીને બાળકો ગેજેટનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાં યોગ્ય પ્રકાશ રાખવાની જરૂર છે કારણે કે ખુબ વધુ કે ખુબ ઓછો પ્રકાશ પણ આંખ માટે તનાવનું કારણ બની શકે છે.

માતાપિતાએ એ જોવાની પણ જરૂર છે કે તેમના બાળકો યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરે છે અને પુરતા કલાકોની ઉંઘ લે છે. માતા પિતાએ તેમના બાળકોને આંખ ચોળવાથી રોકવા જોઈએ કારણ કે તેનાથી આંખોમાં બળતરામાં વધારો થાય છે અને હાલની પરીસ્થીતિને જોતા બાળકને ચેપ લાગવાનો ભય પણ રહે છે.

ડૉ. કામતે સુચવ્યુ હતુ કે, “આપણે એ સમજવાની જરૂર છે કે ટેક્નોલોજીના કેટલાક ગેરલાભ હોવા છતા પણ તે ભવિષ્ય માટેનું માધ્યમ છે. શાળાઓ અને કૉલેજોએ ઓનલાઇન ક્લાસ શરૂ કરી દેતા માયોપીયા અને આંખો ખેંચાવવાની સમસ્યામાં ખુબ વધારો થશે. માટે જ જેટલુ જલ્દી માતા પિતા આ હકીકતને સ્વીકારીને યોગ્ય પગલા લેશે તેટલુ જલ્દી યોગ્ય સંતુલન જાળવી શકાશે.”

જો કે લોકડાઉનના કારણે માતા પિતાને બાળકો સાથે પસાર કરવા માટેનો ખુબ સમય મળ્યો છે. આ ઉપરાંત બોર્ડ ગેમ્સ, પુસ્તકોનો ઉપયોગ પણ વધ્યો છે અને બાળકોમાં લાઇફ સ્કીલ વધારવાની તકો પણ માતા પિતાને મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.