ETV Bharat / bharat

હ્યુમન બોડીમાં કેવી રીતે અસર કરે છે કોરોના વેક્સિન અને શું રાખવી પડશે તકેદારી?

author img

By

Published : Jan 16, 2021, 6:01 AM IST

Updated : Jan 16, 2021, 10:40 AM IST

કોરોનાની રસી ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં પહોંચાડી દેવામાં આવી છે અને 16 જાન્યુઆરીથી દેશમાં સત્તાવાર રીતે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. જોકે કોરોનાની રસીની અસર, આડઅસર અને રાખવી પડતી તકેદારીઓને લઈને લોકોમાં અસમંજસની ભાવના છે. જાણીએ શું કહે છે ડોક્ટર્સ કોરોનાની વેક્સિન વિશે.

કોરોના વેક્સિન
કોરોના વેક્સિન

ન્યૂઝ ડેસ્ક: કોરોનાની રસી ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં પહોંચાડી દેવામાં આવી છે અને 16 જાન્યુઆરીથી દેશમાં સત્તાવાર રીતે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. જોકે કોરોનાની રસીની અસર, આડઅસર અને રાખવી પડતી તકેદારીઓને લઈને લોકોમાં અસમંજસની ભાવના છે. કોરોના રસીકરણ અંગે ડોક્ટર્સ જણાવે છે કે, 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, જે લોકોમાટે ઘણી રાહતના સમાચાર છે. અત્યાર સુધી કોરોનાથી બચવા માટે કોઈ વેક્સિન નહતી. જેથી લોકોને એન્ટિવાઇરલ દવા, ઓક્સિજન તેમજ ICUમાં સારવાર આપવામાં આવતી હતી. જોકે તેમ છતાં અનેક લોકોને તેમના જીવ ગુમાવાવનો વારો આવ્યો છે.

એક વાર રસી મુકાવ્યા બાદ તેની અસર ક્યાં સુધી રહે?

ધારો કે કોરોનાની રસીની અસર અમુક ચોક્કસ સમય માટે રહે છે એવું જાણવા મળે તો તે સમયગાળો પુરો થાય તે પહેલાં ફરીવાર રસી મુકાવવી પડે. જેમ ડ્રાઈવિંગ લાઇસન્સની મુદ્દત પુરી થાય તે પહેલાં તેને રિન્યૂ કરવાવવું પડે તેમ રસીની અસર પુરી થાય તો તે પહેલાં ફરીવાર રસી મુકાવવા પડે, જેથી કોરોનાની અસરથી બચી શકાય.

કેટલા તાપમાનમાં રસી રાખી શકાય?

ભારતમાં જે બે વેક્સિનને ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવેક્સિન અને કોવિશીલ્ડનો સમાવેશ થાય છે. આ બન્ને રસીને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સ્ટોર કરવાની હોય છે. જેના માટે આઇસબોક્સ કે આઇસપેક્સની જરૂર પડે છે. જે આપણા આરોગ્યકેન્દ્રો પર પહેલેથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.

શું ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી મ્યુટન્ટ વાયરસમાં અસરકારક છે?

સંશોધનકારો માને છે કે, બ્રિટનમાં ઝડપથી ફેલાતા વાયરસના નવા સંસ્કરણમાં રસીનો શોટ અસરકારક રહેશે. ઓક્સફોર્ડના કોવિડ-19 રસીના ત્રીજા તબક્કાના બે અલગ અલગ પરીક્ષણમાં 70 ટકાની અસરકારકતા જણાઈ આવી છે.

ઓક્સફોર્ડ- એસ્ટ્રાજેનેકા ફાઇઝર-બેયોનેટ અને મોડર્નાથી કેવી રીતે અલગ છે?

ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસી સ્પાઇક પ્રોટીન બનાવવા માટેના વાયરસના આનુવંશિક સૂચનો પર આધારિત છે. પરંતુ ફાઈઝર-બાયોનોટેક અને મોડર્ના રસીથી વિપરીત, જે સિંગલ-સ્ટ્રાન્ડ RNA સૂચનો પર કામ કરે છે. ઓક્સફોર્ડ રસી ડબલ સ્ટ્રેન્ડ ડીએનએનો ઉપયોગ કરે છે. કોરોના માટેની ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસી ફાઇઝર અને મોર્ડનની MRNA રસી કરતાં વધુ અનિયમિત છે.

38–46 ° ફેરનહીટ (2-8 ° સે) તાપમાનમાં રાખવામાં આવે તો રસી ઓછામાં ઓછા છ મહિના સુધી ચાલવાની અપેક્ષા રાખી શકાય છે. ઓક્સફોર્ડ રસીને સામાન્ય તાપમાનમાં પણ સંગ્રહિત કરી શકાય છે.

અન્ય મુખ્ય રસી કરતા એસ્ટ્રાજેનેકા રસીના ઘણા ફાયદા છે

  • તેનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે
  • તેનો સંગ્રહ કરવો ઘણો સરળ છે
  • આ અન્ય રસી કરતાં કિંમતમાં સસ્તી છે

Last Updated : Jan 16, 2021, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.