ETV Bharat / bharat

કોવિડ-19ના કારણે કેટલાક લોકો સૂંઘવાની શક્તિ કેવી રીતે ગુમાવી દે છે? - સૂંઘવાની શક્તિ

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક સંશોધનાત્મક અભ્યાસ અનુસાર – કામચલાઉ ધોરણે સૂંઘવાની શક્તિ ગુમાવી દેવી અથવા તો એનોસ્મિયા, એ કોવિડ-19નાં સૌથી પ્રારંભિક અને મોટાભાગે સમાનપણે નોંધાયેલાં લક્ષણો પૈકીનું એક છે. અભ્યાસો સૂચવે છે કે, તાવ અને ખાંસી જેવાં અન્ય જાણીતાં લક્ષણોની તુલનામાં સૂંઘવાની શક્તિ ગુમાવી દેવાનું લક્ષણ બિમારીની પ્રમાણમાં બહેતર આગાહી કરે છે, પરંતુ કોવિડ-19 ધરાવતા દર્દીઓ સૂંઘવાની શક્તિ શા માટે ગુમાવી દે છે, તે પાછળનું કારણ અસ્પષ્ટ રહ્યું છે.

ો
કોવિડ-19ના કારણે કેટલાક લોકો સૂંઘવાની શક્તિ કેવી રીતે ગુમાવી દે છે?
author img

By

Published : Jul 28, 2020, 5:00 PM IST

હૈદરાબાદ: કોવિડ-19ના કેટલાક દર્દીઓ સૂંઘવાની શક્તિ કામચલાઉ ધોરણે ગુમાવી દે છે, તે બાબતને જેટલી ગંભીરતાથી લેવામાં આવે છે, તેટલી ગંભીર નથી. કારણ કે, હાર્વર્ડ મેડિકલ સ્કૂલ સ્થિત ન્યૂરોસાયન્ટિસ્ટ્સની આગેવાની હેઠળ હાથ ધરાયેલા એક નવા અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે, ન્યૂરોન્સ નહીં, બલ્કે ઓલ્ફેક્ટરી સપોર્ટ સેલ્સ કોરોનાવાઇરસના ઇન્ફેક્શનનો ભોગ બને છે.

સૂંઘવાની શક્તિ કામચલાઉ ધોરણે ગુમાવી દેવી, અથવા તો એનોસ્મિયા એ કોવિડ-19ના સૌથી પ્રારંભિક અને સામાન્યપણે નોંધાયેલા સૂચકો પૈકીનું એક છે.

અભ્યાસો સૂચવે છે કે, તાવ અને ખાંસી જેવાં અન્ય જાણીતાં લક્ષણોની તુલનામાં એનોસ્મિયા આ બિમારીની બહેતર આગાહી કરે છે, પરંતુ કોવિડ-19ના દર્દીઓમાં સૂંઘવાની શક્તિ જતી રહેવા પાછળનું કારણ અસ્પષ્ટ રહ્યું છે.

જર્નલ સાયન્સ એડવાન્સિઝમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં ઓલ્ફેક્ટરી સેલ ટાઇપ્સની કોવિડ-19નું નિમિત્ત બનતા વાઇરસ SARS-CoV-2 દ્વારા થતા સંક્રમણનો સૌથી વધુ ભોગ બનતા કોશો તરીકે ઓળખ કરવામાં આવી હતી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, સૂંઘવાની ક્ષમતાને પારખતા અને મસ્તિષ્ક સુધી પહોંચાડતા સેન્સરી ન્યૂરોન્સ ભેદ્ય પ્રકારના સેલ ટાઇપ્સ નથી.

"અમારાં તારણો સૂચવે છે કે, કોરોનાવાઇરસ દર્દીઓનાં ન્યૂરોન્સને પ્રત્યક્ષપણે સંક્રમિત કરીને નહીં, બલ્કે સહાયક કોશોની કામીગીરીને અસર પહોંચાડીને સૂંઘવાની ઇન્દ્રિયમાં ફેરફાર કરે છે," તેમ અભ્યાસના વરિષ્ઠ લેખક સંદીપ રોબર્ટ દત્તાએ જણાવ્યું હતું, જેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતે બ્લેવેટ્નિક ઇન્સ્ટિટ્યૂટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

આ દર્શાવે છે કે, મોટાભાગના કેસોમાં, SARS-CoV-2 ઇન્ફેક્શન ઓલ્ફેક્ટરી ન્યૂરલ સર્કિટ્સને નુકસાન પહોંચાડીને કાયમી એનોસ્મિયા તરફ ધકેલે, તેવી શક્યતા નહિવત્ છે, કારણ કે, એનોસ્મિયા એ એવી સ્થિતિ છે, જે વિવિધ પ્રકારના માનસિક તથા સામાજિક-આરોગ્યલક્ષી સ્વાસ્થ્યના પ્રશ્નો સાથે, ખાસ કરીને હતાશા અને ઉદ્વેગ સાથે સંકળાયેલી છે, તેમ દત્તાએ ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, "મારૂં માનવું છે કે, આ સારા સમાચાર છે, કારણ કે એક વખત સંક્રમણ સ્પષ્ટ થઇ જાય, તે પછી ઓલ્ફેક્ટરી ન્યૂરોન્સને બદલવાની કે તેમનું પુનઃનિર્માણ કરવાની જરૂર જણાતી નથી. પરંતુ, પરંતુ, આ તારણની પુષ્ટિ કરવા માટે અમને વધુ ડેટા તથા આંતરિક વ્યવસ્થાની બહેતર સમજૂતી મળી રહે, તે જરૂરી છે."

વર્તમાન અભ્યાસમાં દત્તા અને તેમના સહકર્મીઓએ SARS-CoV-2 સંક્રમણનો ભોગ બનવાની સૌથી વધુ સંભાવના ધરાવતા સેલ ટાઇપ્સની ઓળખ કરીને કોવિડ-19ના દર્દીઓમાં સૂંઘવાની ક્ષમતામાં કેવી રીતે ફેરફાર થાય છે, તેની બહેતર સમજૂતી મેળવી હતી.

સંશોધનમાં દર્શાવ્યું હતું કે, ઓલ્ફેક્ટરી સેન્સરી ન્યૂરોન્સ એ SARS-CoV-2 માનવ કોશોમાં પ્રવેશવા માટે જેનો ઉપયોગ કરે છે, તે ACE2 રિસેપ્ટર પ્રોટીનને એનકોડ કરતા જિનને અભિવ્યક્ત કરતાં નથી.

તેને સ્થાને ACE2 ઓલ્ફેક્ટરી સેન્સરી ન્યૂરોન્સને મેટેબોલિક અને સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરો પાડતા કોશો તથા ચોક્કસ પ્રમાણમાં સ્ટેમ સેલ્સ અને રક્તવાહિની કોશોમાં અભિવ્યક્ત થાય છે.

તારણો સૂચવે છે કે, નોન-ન્યૂરોનલ સેલ ટાઇપ્સ કોવિડ-19ના દર્દીઓમાં એનોસ્મિયા માટે જવાબદાર હોઇ શકે છે અને તે બિમારીની પ્રગતિ વિશે બહેતર સમજૂતી મેળવવા માટે જાણકારી પૂરી પાડવાના પ્રયાસોમાં મદદરૂપ થઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.