ETV Bharat / bharat

કોરોના વાયરસે ભારતીય કારોબારને કેવી રીતે બિમાર પાડ્યો. તમારે જાણવા જેવી તમામ વિગતો

અનેક લોકોનો જીવ લેનારા અને સમગ્ર વિશ્વને ચિંતાની ખાઈમાં ધકેલનારા ઘાતક કોરોના વાયરસના રોગચાળાએ હવે ભારતમાં પણ દસ્તક દીધી છે અને હવે તે સમગ્ર દેશની વ્યાપારી પ્રવૃત્તિઓને ખોરવી રહ્યો છે.

corona virus
કોરોના વાયરસ
author img

By

Published : Mar 8, 2020, 11:19 PM IST

નવી દિલ્હી/લખનૌઃ અનેક લોકોનો જીવ લેનારા અને સમગ્ર વિશ્વને ચિંતાની ખાઈમાં ધકેલનારા ઘાતક કોરોના વાયરસના રોગચાળાએ હવે ભારતમાં પણ દસ્તક દીધી છે અને હવે તે સમગ્ર દેશની વ્યાપારી પ્રવૃત્તિઓને ખોરવી રહ્યો છે.

ઈટાલી, ઈરાન અને ચીનના મુલાકાતીઓના આગમનની જાણ કરોઃ આગરાની હોટેલો અને પ્રવાસન સ્થળોને અપાઈ સૂચના

આગરામાં હોટેલો અને પ્રવાસન સ્થળોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ ઈટાલી, ઈરાન કે ચીનના મુલાકાતીઓનું તેમના ત્યાં જેવું આગમન થાય કે તુરંત જ તેની ચીફ મેડિકલ ઓફિસરની કચેરીને જાણ કરે, જેથી કરીને તેમનામાં કોરોના વાયરસનો ચેપ છે કે, નહીં તેની તપાસ કરી શકાય, એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. આગરાના ચીફ મેડિકલ ઓફિસર ડો. મુકેશ વાટ્સે પીટીઆઈને જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ ડોક્ટરોની એક ટીમ મોકલવામાં આવશે અને મુલાકાતીઓ COVID-19ના લક્ષણો ધરાવે છે કે કેમ તેની તપાસ કરાશે.

વાટ્સે જણાવ્યું હતું કે, “અમે શહેરમાં તમામ હોટેલોને સૂચના આપી છે કે, તેમના ત્યાં ઇટાલી, ઇરાન કે ચીનથી કોઇ પણ વ્યક્તિ આવે તો તેની અમને જાણ કરવી. હોટેલ જેવી અમને જાણ કરશે કે, તુરંત જ ડોક્ટરોની એક ટીમ હોટેલ પર જશે અને મુલાકાતીઓમાં કોરોના વાયરસના લક્ષણો છે કે નહીં તેની તપાસ કરશે. તમામ પ્રવાસન સ્થળોને કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના કેસ જોવા મળ્યા છે તેવા કોઇ પણ દેશમાંથી કોઇ પણ મુલાકાતી તેમના ત્યાં આવે તો તેઓ 24 કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમને જાણ કરે.”

મહેમાનને કોરોના પોઝિટિવ આવ્યો તો રેસ્ટોરન્ટના આખા સ્ટાફને સેલ્ફ ક્વોરન્ટાઇનમાં મોકલાયો

રાજધાનીમાં કાર્યરત એક ફાઈવ સ્ટાર હોટેલની રેસ્ટોરન્ટમાં 28 ફેબ્રુઆરીના રોજ એક વ્યક્તિ જમવા આવ્યો હતો. આ વ્યક્તિમાં કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા તે જે રેસ્ટોરન્ટમાં જમ્યો હતો તે રેસ્ટોરન્ટના સમગ્ર સ્ટાફને 14 દિવસ સુધી સેલ્ફ-ક્વોરન્ટાઇનમાં રહેવાની હોટેલ સત્તાવાળાઓએ સૂચના આપી છે. હોટેલ સત્તાવાળાઓએ જણાવ્યું કે, તેણે આ ભયને પગલે સરકારની સલાહ મુજબ તેમણે તેમની પ્રોપર્ટી પર સાવચેતીના ચુસ્ત પગલાં પણ અમલમાં મૂક્યા છે. હ્યાત રિજન્સી દિલ્હીના એરિયા વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર જુલિયન એયરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સરકારી સત્તાવાળાઓએ તાજેતરમાં પુષ્ટિ આપી હતી કે એક વ્યક્તિ કે જેણે 28 ફેબ્રુઆરી 2020ના રોજ હ્યાત રિજન્સી દિલ્હી ખાતે લા પિયાઝા રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું તેનો COVID-19 માટેનો ટેસ્ટ પોઝિટવ આવ્યો છે.”

ભારતે ઇટાલી, ઇરાન, જાપાન, દક્ષિણ કોરિયાના વિઝા સ્થિગત કર્યા

ભારત સરકારે ઘાતક વાયરસનો ચેપ અટકાવવાના ભાગરૂપે એક એડવાઇઝરી જાહેર કરી છે અને કોરોના વાયરસ અસરગ્રસ્ત ચાર દેશો- ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા અને જાપાન માટે 3 માર્ચ કે તેના પહેલા મંજૂર થયેલા વિઝા અને ઇ-વિઝા સ્થગિત કર્યા છે. એડવાઇઝરીમાં કહેવાયું છે કે, “ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, જાપાનના નાગરિકો કે જેઓ હજુ ભારતમાં પ્રવેશ્યા નથી તેમના મંજૂર થયેલા અને 3 માર્ચ 2020 કે તે પહેલાં આપેલા તમામ રેગ્યુલર (સ્ટિકર) વિઝા/ઇ-વિઝા (જાપાન અને દક્ષિણ કોરિયા માટે વિઝા ઓન એરાઇવલ સહિત) તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે છે. જે લોકોને અનિવાર્ય કારણસર ભારતનો પ્રવાસ કરવો જરૂરી છે તેઓ તેમની નજીકની એમ્બેસી/કોન્સ્યુલેટ પાસેથી નવેસરથી વિઝા માગી શકે છે.”

ભારતે અગાઉ ફેબ્રુઆરીમાં ચીનના નાગરિકોના વિઝા અને ઈ-વિઝા સ્થગિત કર્યા હતા.

ઝિયોમીએ માર્ચમાં યોજાનારા લોન્ચિંગ કાર્યક્રમો રદ કર્યા. મનુ કુમાર જૈને જણાવ્યું હતું કે, તેમણે માર્ચમાં પ્રોડક્ટ લોન્ચિંગના ઓન-ગ્રાઉન્ડ કાર્યક્રમો નહીં યોજવાનું નક્કી કર્યું છે.

જૈને ટ્વીટ કર્યું હતું કે, “દેશના ચોક્કસ ભાગોમાં કોરોના રોગચાળો COVID-19 ફેલાયો હોવાના તાજેતરના અહેવાલોને કારણે અમે માર્ચમાં પ્રોડક્ટ લોન્ચિંગના ઓન-ગ્રાઉન્ડ કાર્યક્રમો નહીં યોજવાનું નક્કી કર્યું છે. અમે અમારા ચાહકો, મીડિયાના મિત્રો, કર્મચારીઓ અને ભાગીદારોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હું તમને સૌને સલામત રહેવા માટે વિનંતી કરું છું.” રિયલમીના સીઇઓ માધવ શેઠે પણ ટ્વીટ કર્યું હતું કે, “કોરોના વાયરસની અસરના વર્તમાન અહેવાલો અને સાવચેતીના પગલાં રૂપે સામાજિક અંતર જાળવવાની આરોગ્ય અધિકારીઓની સલાહને પગલે, હું અમારો સૌથી મોટો કાર્યક્રમ રદ કરું છું. તેમ છતાં હું સ્ટેડિયમમાં લાઇવ સ્પીચ આપીશ અને તેમ રીયલમી 6 સિરીઝ ઇવેન્ટ ઓનલાઇન જોઇ શકશો.”

એર ઇન્ડિયાએ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા પ્રોટોકોલનું પાલન કરવા માટે લોકોને કહ્યું

એર ઇન્ડિયાએ 25 ફેબ્રુઆરીએ કોરોનાવાયરસ માટે પોઝિટિવ જણાયેલા મુસાફર સાથે મુસાફરી કરનાર અન્ય મુસાફરોને આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલ્સ અનુસરવા માટે કહ્યું છે. એર ઇન્ડિયાએ ટ્વીટ કર્યું હતું કે, “25 ફેબ્રુઆરી 2020ના રોજ AI-154 વિયેના-દિલ્હીમાં મુસાફરી કરનારા મુસાફરો ધ્યાન આપો. એક મુસાફરનો કોરોના વાયરસ માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપા કરીને કોરોના વાયરસના સંદર્ભમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકોલ્સને અનુસરો.”

4 ક્રૂ મેમ્બર્સ 2 માર્ચથી ઘરમાં નિરીક્ષણ હેઠળ છે: ઇન્ડિગો

ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીના રોજ દુબઈ-બેંગાલુરુ ફ્લાઇટમાં મુસાફરી કરનાર કોરાના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની સાથે રહેલા 4 ક્રૂ મેમ્બર્સને 2 માર્ચથી ઘરમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા છે.

સરકારે 26 ફાર્મા ઇન્ગ્રિડિયન્ટ્સ, દવાઓની નિકાસ પર નિયંત્રણો મૂક્યા

સરકારે ચીનમાં કોરોના વાયરસના રોગચાળાને પગલે 26 ફાર્મા ઇન્ગ્રિડિયન્ટ્સ અને પેરાસિટામોલ, વિટામિન B1 અને B12 સહિતની દવાઓની નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. આ નિયંત્રણો બાદ હવે, આ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ (APIs) અને ફોર્મ્યુલેશન્સની નિકાસ માટે વાણિજ્ય મંત્રાલયની પાંખ ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)નું લાઇસન્સ લેવું પડશે. અગાઉ આ પ્રોડક્ટ્સની નિકાસ પર કોઇ નિયંત્રણો ન હતા.

નોઇડામાં જિલ્લા વહીવટી તંત્રએ 1000 કંપનીઓને ચેતવણી જારી કરી

કોરોના વાઇરસના જોખમને પગલે, ગૌતમ બુદ્ધ નગર જિલ્લા વહીવટી તંત્રએ અહીં સ્થિત 1,000થી વધુ સ્થાનિક અને વિદેશી કંપનીઓને ચેતવણી નોટિસ જારી કરી છે. ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર અનુરાગ ભાર્ગવે જણાવ્યું હતું કે, તમામ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે, તેમનો કોઇ પણ કર્મચારી વિદેશ ગયેલો હોય તો તે કર્મચારી જ્યારે ભારત પાછો ફરે ત્યારે તેની આરોગ્ય વિભાગને જાણ કરે.

કોરોના વાયરસની અનિશ્ચિતતાને પગલે રૂપિયાએ 73ની સપાટી તોડી, અમેરિકન ડોલરની સામે 47 પૈસા ઘટ્યો

કોરોના વાયરસની અસર અંગે ચિંતાને પગલે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નાજુક રહેતા રૂપિયો અમેરિકન ડોલર સામે સતત ત્રીજા સત્રમાં ઘટતા મંગળવારે 47 પૈસા ઘટીને 73.23 (પ્રોવિઝનલ)ના સ્તરે રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની અનિશ્ચિતતાએ રોકાણકારોને ચિંતાતુર કરતા ભારતીય રૂપિયો ઉઘડતા બજારે સકારાત્મક વલણ સાથે ખુલ્યો હતો પરંતુ સત્ર દરમિયાન તેમાં ઘણી ઉથલપાથલ જોવા મળી હતી અને અંતે અમેરિકન ડોલર દીઠ 73થી નીચેના સ્તરે સ્થિર થયો હતો. ઇન્ટરબેન્ક ફોરેન એક્સ્ચેન્જ માર્કેટ પર રૂપિયો 72.50ના સ્તરે ઉઘડ્યો હતો. દિવસ દરમિયાન તેણે અમેરિકન ડોલર સામે 72.43ની ટોચ અને 73.34ની લો બનાવી હતી. રૂપિયો અંતે ડોલરની સામે 73.23ના સ્તરે બંધ રહ્યો હતો જે તેના અગાઉ બંધની તુલનાએ 47 પૈસા નીચો હતો.

નાગરિક ઉડ્ડયન સચિવ અને AAI ચેરમેને સમીક્ષા બેઠક કરી

નાગરિક ઉડ્ડયન સચિવ અને AAI ચેરમેને કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટેની તૈયારીઓ અંગે તમામ એરપોર્ટ સાથે સમીક્ષા બેઠક કરી. દિલ્હીને સલામત રાખવા માટે શક્ય તમામ પગલાં લઇ રહ્યાં છીએઃ મંત્રી. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની બાજુમાં બેસીને પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય મંત્રી સત્યેન્દર જૈને જણાવ્યું હતું કે, “COVID-19 એક નવો ચેપ છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.” જૈને જણાવ્યું હતું કે, “દિલ્હીને સલામત રાખવા માટે અમે શક્ય તમામ પગલાં ભરી રહ્યાં છીએ. 19 સરકારી હોસ્પિટલ અને 6 ખાનગી હોસ્પિટલ મળીને કુલ 25 હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઇ રહ્યા છે.” મંત્રીએ જણાવ્યું હતું કે, 3.5 લાખ N-95 માસ્કની વ્યવસ્થા કરાઇ રહી છે. “કોરોના વાઇરસ અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા સ્ટાફ માટે અમારી પાસે 8,000 સેપરેશન કિટ છે.”

CISFએ એરપોર્ટનું રક્ષણ કરતા તેના ગાર્ડ્સને સેનિટાઇઝર, ગ્લોવ્ઝ અને માસ્ક પૂરા પાડ્યા

CISFએ કોરોના વાઇરસના ભયને પગલે દેશના 62 નાગરિક એરપોર્ટ પર તૈનાત તેના કર્મચારીઓને હેન્ડ સેનિટાઇઝર, ગ્લોવ્ઝ અને માસ્ક ધરાવતી મેડિકલ કિટ પૂરી પાડી છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓ દેશમાં આવતા અને વિદેશમાં જતા મુસાફરોની તપાસ કરે છે અને તેમની સાથે વાત કરે છે. આમ કરતા તેઓ મુસાફરોના સીધા શારીરિક સંપર્કમાં આવે છે માટે તેમની સુરક્ષા માટે ફોર્સના સિક્યોરિટી કવર હેઠળ તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ પર મેડિકલ કિટનો સ્ટોક કરવાનો અને તેનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમારા જવાનોના ઉપયોગ માટે તમામ એરપોર્ટને આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર બોટલ્સ, હેન્ડ ગ્લોવ્ઝ અને સામાન્ય અને N95 પ્રકારના ફેસ માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે, એમ CISFના એક ઉપરી અધિકારીએ જણાવ્યું હતું.

ટાટા ગ્રૂપના ચેરમેને કોરોના અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સ્ટીલ બિઝનેસ પણ પ્રભાવિત થયો છે

જમશેદપુરમાં પત્રકારો સાથે વાત કરતા, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ ચીનથી વિશ્વના અન્ય દેશમાં ફેલાવાને કારણે માત્ર ટાટા સ્ટીલને જ નહીં પરંતુ અન્ય ઘણા ઉદ્યોગોને પણ અસર થઇ છે. તેમણે જણાવ્યું કે, સ્ટીલ ઉત્પાદન ક્ષમતા પર કોઇ અસર થઇ નથી પરંતું ટ્રાન્સપોર્ટેશન ચેઇન જરૂરથી પ્રભાવિત થઇ છે. ટાટા સન્સના ચેરમેને જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ટૂંક સમયમાં કોરોના વાયરસની અસર ઘટશે.

ન્યૂ મેંગલોર પોર્ટ, એરપોર્ટ પર હાઇ એલર્ટ

નોવેલ કોરોના વાયરસ (COVID-19) વધુને વધુ દેશોમાં ફેલાઇ રહ્યો છે અને ભારતમાં પુષ્ટિ થયેલા વધુ બે કેસ નોંધાયા છે ત્યારે બંદરો અને એરપોર્ટ્સને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. દક્ષિણ કન્નડા જિલ્લો વિશેષ દેખરેખ હેઠળ છે કારણકે અગાઉ પાડોશી કેરળમાં કોરોના વાયરસના પુષ્ટિ થયેલા ત્રણ કેસ નોંધાયા છે. દક્ષિણ કન્નડા ઉપરાંત ઉડુપી, કોડાગુ, ચામારાજાનગર અને મૈસુરુમાં પણ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. દેશના 21 એરપોર્ટ અને 77 પોર્ટ પર ઘોષિત થયેલા રાષ્ટ્રવ્યાપી એલર્ટના ભાગ રૂપે સત્તાવાળાઓએ સાવચેતીના મહત્તમ પગલાં પણ લીધા છે અને શહેરમાં આવતા મુસાફરોની એરપોર્ટ અને ન્યૂ મેંગ્લોર પોર્ટ એમ બંને જગ્યાએ ચકાસણી કરાઇ રહી છે.

DGCAએ તમામ એરલાઇન્સને એરક્રાફ્ટ ડિસઇન્ફેક્શન પ્રોસેસ સુનિશ્ચિત કરવા સૂચના આપી

DGCAએ તમામ એરલાઇન્સને તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે કે, દક્ષિણ કોરિયા, જાપાના અને ઇટાલીથી આવતા તમામ વિમાનોનું ડિસઇન્ફેક્શન કરવામાં આવે. તેણે વધુમાં જણાવ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પ્રવેશતા ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ પાસે સર્જિકલ માસ્ક, ગ્લોવ્ઝ જેવા ડિસ્પોઝેબલ પ્રોટેક્ટિવ ગીયર્સ હોવા જોઇએ. (એજન્સીઓએ આપેલી માહિતી સાથે)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.