હૈદરાબાદઃ તેલંગાણામાં ખોટા ગૌરવ માટે હત્યાનો કેસ સામે આવ્યો છે. ખોટા ગૌરવ માટે માતા-પિતાએ તેમની પોતાની 20 વર્ષીય દિકરીની હત્યા કરી છે. પોલીસે આ અંગે મંગળવારે માહિતી આપી હતી.
તેલંગાણાના જોગુલમ્બા ગાડવાલ જિલ્લામાં રહેતી એક યુવતીને તેના જ વિસ્તારના બીજી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ થઈ ગયો અને તે લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક યુવતી અન્ય જ્ઞાતિના યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. લોકડાઉનના 2 દિવસ અગાઉ તે ઘરે આવી હતી. જ્યારે યુવતીના માતા-પિતાને આ બાબતોની માહિતી મળી, ત્યારે તેમને ગુસ્સો આવ્યો હતો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા યુવતીના માતા-પિતાએ તેને ગર્ભપાત કરવાની ફરજ પાડી હતી, પરંતુ યુવતીએ ના પાડીને યુવક સાથે લગ્ન કરવા અંગે કહ્યું હતું. જેથી ગુસ્સે ભરાયેલા માતા-પિતાએ ઓશીકા વડે યુવતીનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ પરિવારે હૃદયના ધબકારા બંધ થવાને કારણે કુદરતી મૃત્યુ કહેવાનો પ્રયાસ કર્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપી માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે, તેમને અન્ય 2 દિકરીના ભવિષ્યની ચિંતા હતી. જેથી તેમણે દિકરીની હત્યા કરી છે.