નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સત્તાવાર ફેસબુક પેજ પર એક પોસ્ટ કર્યા બાદ ગૃહ મંત્રાલયને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. આ અંગે ગૃહ મંત્રાલયના સૂત્રોએ ખુલાસો રજૂ કર્યો હતો.
વાત જરા અમે છે કે, ગૃહ મંત્રાલયના સત્તાવાર ફેસબુક પેજ પર પશ્ચિમ બંગાળમાં NDRFના જવાનો જે રાહતનું કામ કરી રહ્યાં છે, એના ફોટોગ્રાફ્સ સાથે દારૂની બોટલની એક તસવીર અપલોડ થઈ ગઈ હતી, ત્યારબાદ વિવાદ શરૂ થયો હતો.
ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, MHAના ફિશિયલ ફેસબુક પેજને સંભાળનાર વ્યક્તિએ અજાણતાં ભૂલ કરી હતી. આ ભૂલ ફેસબુકના વિવિધ પેજના કારણે થઈ હતી. હાલ પેજનું સંચાલન કરનાર વ્યક્તિએ આ ભૂલ માટે લેખિતમાં માફી લખી છે. હાલ આ ફોટો દૂર કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે ગૃહ મંત્રાલયની સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.