ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો - અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ

દેશમાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે. જેમાં અનેક રાજનેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Home Minister Amit Shah
અમિત શાહ
author img

By

Published : Aug 9, 2020, 1:25 PM IST

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં હતાં. અમિત શાહે પોતે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી. હવે આજે ભાજપના સાંસદ મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. મનોજ તિવારીએ ટ્વીટ કર્યું કે, 'દેશવાસીઓ ગૃહપ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પહેલા અમિત શાહે પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, ‘કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારી તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરની સલાહ મુજબ હું હૉસ્પિટલમાં દાખલ થયો છું. મારી વિનંતી છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે લોકો પોતે સેલ્ફ આઇસોલેટ થઇને પોતાની તપાસ કરાવે.’

જો કે, હાલમાં અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.