મુંબઈ: બુધવારે રાજ્યના આબકારી વિભાગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દારૂની હોમ ડીલીવરી 15 મેથી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે દુકાનોમાં ભીડ ન થાય તે મંગળવારે હોમ ડીલીવરીથી દારૂ પહોંચાડવા માટેની મંજૂરી આપી હતી.
રાજ્યના આબકારી વિભાગ દ્વારા જાહેર કરાયેલા સરકારી ઠરાવ (જીઆર)માં જણાવવામાં આવ્યું છે કે, દુકાનના માલિકોએ તૈયારી માટે થોડો વધુ સમય માંગ્યો હતો. જેથી શુક્રવારથી આ સેવા શરૂ કરવામાં આવશે.
ઓર્ડરમાં "દારૂની હોમ ડીલીવરી શુક્રવારથી રાજ્યભરમાં શરૂ થશે, જ્યાં નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પહેલેથી જ દુકાનો ખોલવામાં આવી છે. એક દુકાન માલિક 10થી વધુ ડિલિવરી બોયની નિમણૂક કરી શકશે નહીં અને એક ડીલીવરી બોય 24થી વધુ દારૂની બોટલની ડીલીવરી કરી શકશે નહીં.