નવી દિલ્હીઃ અંગ્રેજોની લાંબી ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો. જો કે, ભાગલા બાદ કોમી રમખાણો શરૂ થયા હતાં. જેનું દર્દ હજૂ પણ પીડા અપાવે છે.
15 ઓગસ્ટની તારીખ ભારતીય ટપાલ સેવાના ઇતિહાસમાં એક વિશેષ કારણોસર નોંધવામાં આવી છે. 1972માં 15 ઓગસ્ટના દિવસે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે પિન કોડ લાગૂ કરવામાં આવ્યો હતો. દરેક વિસ્તાર માટે એક અલગ પિન કોડ હોવાને કારણે પોસ્ટ મોકલવી અને મંગાવવી સરળ બની છે.
દેશ-દુનિયામાં 15 ઓગસ્ટના રોજ બનનારી મુખ્ય ઘટના
- 1854: ઈસ્ટ ઈન્ડિયા રેલ્વે કલકત્તા (હવે કોલકાતા)થી હુગલી સુધીની પ્રથમ પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવી હતી. જો કે, સત્તાવાર શરૂઆત 1855માં કરવામાં આવી હતી.
- 1872: શ્રી અરબિન્દોનો જન્મ થયો હતો.
- 1886: ભારતના મહાન સંત અને વિચારક ગુરુ રામકૃષ્ણ પરમહંસનું અવસાન થયું હતું.
- 1947: ભારતને અંગ્રેજ સાસનમાંથી આઝાદી મળી હતી.
- 1947: પંડિત જવાહરલાલ નેહરૂએ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
- 1947: રક્ષા વીરતા એવોર્ડ-પરમવીર ચક્ર, મહાવીરર ચક્ર અને વીર ચક્રની સ્થાપના કરવામાં આવી હતી.
- 1975: બાંગ્લાદેશમાં સૈનિક ક્રાન્તિ થઇ હતી.
- 1950: ભારતમાં 8.6 તીવ્રતાના ભૂકંપના કારણે 20થી 30 હજાર લોકોના મોત થયાં હતા.
- 1971: બહરીન બ્રિટીશ શાસનથી આઝાદ થયું હતું.
- 1972: પોસ્ટલ ઇન્ડેક્સ નંબર એટલે કે પિન કોડ લાગૂ કરવામાં આવ્યો હતો.
- 1982: દેશવ્યાપી રંગીન પ્રસારણ અને ટીવીના રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત થઇ હતી.
- 2004: લારા સૌથી ઝડપી 10,000 રન બનાવનાર બેટ્સમેન બન્યા હતા.
- 2007: દક્ષિણ અમેરિકાના દેશ પેરુના મધ્ય કિનારાના વિસ્તારમાં 8.0ની તીવ્રતાના ભૂકંપમાં 500થી વધુ લોકોના મોત થયાં હતા.