નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકારે કરેલા દાવાઓની પોલ ખુલી રહી છે. જ્યારે દિલ્હી સરકાર દરેક ગરીબ પરિવારોને જમાવાની વાત કહી રહી છે, ત્યારે દક્ષિણ દિલ્હીના ભાટી માઇસમાં પાકિસ્તાનથી આવેલા હિન્દૂ શરણાર્થી રહે છે અને તેઓ છેલ્લા ઘણા દિવસોથી ભુખ્યા છે, ત્યારે દિલ્હી સરકારના મસ્ત મોટા દાવાઓની પોલ ખુલી હતી.
શરણાર્થીએ જણાવ્યું કે, પહેલા તેઓ મહેનત મજૂરી કરી પોતાનું જીવન ગુજારતા હતા. આ તકે હિન્દૂ શરણાર્થીઓએ પોતાનું દુ:ખ જણાવ્યું હતુ કે, અમે દરરોજ મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. જ્યારે અમારી પાસે નથી રેશન કાર્ડ કે નથી કોઇ સુવિધા, જેનાથી પોતાનું જીવન જીવી શકીએ.
![લોકડાઉનઃ પાકિસ્તાનથી આવેલા હિન્દૂ શરણાર્થી ભૂખ્યા રહેવા મજબૂર, દિલ્હી સરકાર નથી આપી રહી ધ્યાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dl-std-02-hindusharanarthi-vis-dlc10015_11042020121211_1104f_1586587331_742.jpg)
આ સાથે જ દિલ્હી સરકાર પાસેથી મદદ માટે લાંબો હાથ કર્યો છે કે અમારી સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવે. જેના કારણે અમને પણ બે ટાઇમનું ભોજન મળે. ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરનાર દિલ્હી સરકાર છે ક્યાં ?