પોસ્ટર પર સુરજીત યાદવના ફોન નંબર
JNUની સામે આવેલા રસ્તાઓ પર લગાવેલા પોસ્ટર પર હિન્દુ સેનાના સુરજીત યાદવનું નામ અને નંબર લખ્યા છે. આપેલા નંબર પર ETV BHARATની ટીમે તપાસ કરી હતી. આ નંબર પર સુરજીત યાદવ સાથે વાતચીત થઇ હતી. આ મામલાને લઇને સુરજીત યાદવે એક મેસેજ પણ આપ્યો છે.
SFI પર લગાવ્યો ચીનના સમર્થનનો આરોપ
હિન્દુ સેનાના સુરજીત યાદવના અનુસાર JNUના વિદ્યાર્થી સંગઠન SFI પર ચીનનું સમર્થન સંગઠન હોવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે આ પોસ્ટરમાં આઝાદીના નારા પર પણ કોમેન્ટ કરી હતી.
લગાવ્યા JNU વિદ્યાર્થી સંગઠન પર આરોપ
પોસ્ટરમાં વિદ્યાર્થી સંગઠનના JNUમાં અશ્લીલતા ફેલાવવા, સેનાના મૃત્યુને લઇને જશ્ન મનાવવા અને પોલિસ પર પત્થર ફેંકવા સાથેની સંલગ્ન વાત દર્શાવેલી છે. તેવા પોસ્ટર દરેક જગ્યાએ લગાડેલા છે. આ પોસ્ટર JNU ગેટથી લઇને નેંસલ મંડેલા રસ્તા પર થઇને મુનિરકા સુધી લાગેલા છે.