કલ્પના મૂળ લાહૌલ સ્પીતી જિલ્લાના ચૌનખાગ ગામના વતની છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ પરિવાર સાથે મનાલીમાં રહે છે.
ઇટીવી ભારત સાથે વાત કરતાં કલ્પનાએ કહ્યું હતું કે, "મને ખબર હતી કે, આપણે પ્લાસ્ટિકના કચરાનો મોટો જથ્થો ભેગો કરીએ છીએ. અમારી કચરાપેટી દિવસના અંતે પ્લાસ્ટિકના કચરાથી ભરાઈ જતી હતી. પ્લાસ્ટિકથી માનવજાત અને પર્યાવરણને થતાં નુકસાન વિશે જાણીને હું ચોંકી ગઈ'
કલ્પનાએ ઉમેર્યુ હતું કે, ' મનાલીમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યા બાદ તેણે પ્લાસ્ટિકનો ઘણો ઉપયોગ કર્યો હતો. જેનાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી સુંદર ચીજ વસ્તુઓ બનાવવાની શરુઆત કરી'
કલ્પનાએ એમ પણ જણાવ્યુ હતું કે, "આ શોખ હવે મારા માટે એક રસનો વિષય બની ગયો છે. લોકો આ કામ માટે મારી પ્રશંસા કરે છે, જેનાથી મને પ્લાસ્ટિકના કચરાનું રિસાયક્લિંગ કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા મળે છે'
અનેક સંસ્થાઓએ તેમના પ્રશંસનીય કાર્ય બદલ તેમનું સન્માન પણ કર્યું છે. કલ્પનાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સરકારના અભિયાનની પણ પ્રશંસા પણ કરી છે. આ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા લોકોને અપીલ કરી હતી.