ETV Bharat / bharat

હિલસ્ટેશન માઉન્ટ આબુ પર વાદળછાયું વાતાવરણ... - NEWS IN Rajasthan

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુના પર્વતો વાદળોથી ઘેરાયેલા જોવા મળ્યા હતાં. તેમજ કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે.

mount-abu
હિલસ્ટેશન
author img

By

Published : Jul 8, 2020, 11:15 AM IST

માઉન્ટ આબુ: રાજ્યના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુ પર હવામાન બદલાતા આજે સવારે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. હિલ સ્ટેશન પર આજે સતત બીજા દિવસે પણ પર્વતો વાદળોથી ઘેરાયેલા હતાં. હજી સુધી સૂર્યદેવને જોયો નથી. તેમજ કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર પણ ઓછી છે. દર વર્ષ હજારો પ્રવાસી આ હિલ સ્ટેશનની મુલાકાત લેતા હોય છે, પરંતુ આ વર્ષ કોરોના લીધે સન્નાટો છે.

હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું

હિલસ્ટેશન માઉન્ટ આબુનું વાતાવરણ બીજા દિવસે પણ ખુશનુમા જોવા મળ્યું હતું. પહાડો પર વાદળો છવાયેલા હતા. ચારે તરફ હરિયાળી જોવા મળી હતી. હિલ સ્ટેશનનું આકર્ષણનું કેન્દ્ર નખી તળાવમાં વાદળોની આવનજાવન જોવા મળે છે. કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર પણ ઓછી છે. જે પર્યટકો આવી રહ્યાં છે, તે મોસમની મજા માણી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.