જમ્મુ કાશ્મીરની બાબતે ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા આ ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. આ બેઠક બપોરે 12 વાગ્યે થશે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019ના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે, જેમાં વધારાના સચિવ (જમ્મુ કાશ્મીર) પણ સામેલ હશે.
ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન પણ કરવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા હતા.