શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ પહેલા તે ખેડૂતોને રાહત આપવા પર ધ્યાન આપવુ જોઇએ કે જેમનો પાક કમોસમી વરસાદના કારણે નાશ થયો છે.
4 નવેમ્બરના રોજ નાસિકમાં પત્રકારો સાથે વાત કરતા આદિત્યએ કહ્યું કે અસરગ્રસ્ત ખેડુતોને વળતર મળવું જોઈએ અને આ સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોએ તેમની સાથે ઉભા રહેવું જોઈએ. સાથે ખેડુતોને રાહત આપવા સરકારી તંત્રએ ઝડપથી કામ કરવું જોઇએ.
આદિત્ય ઠાકરે ખેડૂતોને મળવા પહોંચ્યા હતા અને તેમના નુકસાનના પાકનું નિરીક્ષણ કર્યુ હતું. સાથે તમામ ખેડૂતોને આશ્વાસન આપી તાગ મેળવ્યો હતો.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય વર્લીથી જીત્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં બનેલી સરકારમાં મુખ્યપ્રધાન પદ માટેની ઇચ્છા વ્યક્ત કરી છે.