તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે કોઈમ્બતુર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં 16 લોકોના મૃત્યું થયા છે. તો મૃત્યઆંકમાં વઘારો થવાની શક્યતા પણ રહેલી છે.
રાજ્યમાં 24 કલાકથી અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મદ્રાસ અને અન્ના વિશ્વવિધાલયની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે.
તમિલનાડુના રામેશ્વરમાં 24 કલાકથી પડી રહેલા વરસાદના કારણે મુથુરામાલિંગા થેવર વિસ્તાર પા ણી ભરાયા છે.
-
Tamil Nadu: Rain lashes parts of city in Chennai. pic.twitter.com/jbFpGQjYBi
— ANI (@ANI) December 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tamil Nadu: Rain lashes parts of city in Chennai. pic.twitter.com/jbFpGQjYBi
— ANI (@ANI) December 1, 2019Tamil Nadu: Rain lashes parts of city in Chennai. pic.twitter.com/jbFpGQjYBi
— ANI (@ANI) December 1, 2019
ભારે વરસાદ પડવાને કારણે તમિલનાડુમાં જનજીવન પ્રભાવિત થયું છે. તમિલનાડુમાં વરસાદને કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મકાન ધરાશાયી થતા સરકારે મૃતક પરિવાર માટે 4 લાખ રૂપિયાના સહાયની જોગવાઇ કરવામાં આવી હતી.