હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, હાલમાં વરસાદમાંથી રાહત મળવાની સંભાવના છે.
ફ્લાઇટ પર અસર
વરસાદના કારણે કેટલીક ફ્લાઇટને પણ ઉડવામાં મુશ્કેલી થઇ રહી છે. કુલ 11 ફલાઇટ્સે રદ્દ કરવામાં આવી છે. સાથે મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલમાં પણ પાણી ભરાયા છે.
ટ્રેન પર અસર
મુંબઇના બદલાપુર અને વાંગણી સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. આ ટ્રેનમાં ફસાયેલા 2000 યાત્રિકોને બચાવવા NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રેલવેના પાટાઓ પર પાણી ભરાવવાથી મહાલક્ષ્મી એક્સપ્રેસમાં 600થી વધારે મુસાફરો ફસાઈ ગયા હતા. જે મુસાફરોને ભારે જહેમત બાદ રેસ્કયૂ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. લોકો માટે બિસ્કીટ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના રેસક્યૂ કરવા માટે NDRFની ટીમ અને હેલિકોપ્ટરની મદદ લેવાઇ હતી.
આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની 4 ટીમ, નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા.
મુંબઇના રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કર્યુ
આ પહેલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ સ્થિત ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્રએ શુક્રવારે ઠાણે અને પૂણેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હતું. 26 અને 28 જુલાઇ માટે પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લોકોને સાવચેત રહેવા આદેશ
વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 27 જુલાઇથી ભારે વરસાદની આશંકાના કારણે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. કારણકે આ પરિસ્થિતીમાં જુના મકાનો પડવાની આશંકા પણ રહેલી છે.
જણાવી દઇએ કે, મુંબઇમાં વરસાદને કારણે દીવાલ પડવાને કારણે કેટલાક લોકો ઘાયલ થઇ ગયા હતા. જેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. જેથી મુંબઈ પોલીસે લોકોને વિનંતી કરી છે કે, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ન જાય અને સમુદ્રથી દૂર રહે. કોઈ પણ મદદ માટે 100 નંબર ઉપર ફોન કરે. મુંબઈ, થાણે, પાલઘરમાં 26થી 28 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે.