બંગાળની ખાડીમાં લો-પ્રેશર ફરી સક્રિય થતા ગુજરાત ભરમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ફરી વરસાદ સક્રિય બન્યો છે. અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો.
રાજ્યમાં વરસાદી આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 59 તાલુકામાં 40 ઇંચથી વધુ, 135 તાલુકામાં 20થી 40 ઇંચ, 55 તાલુકામાં 10થી 20 ઇંચ અને બે તાલુકામાં 5થી 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે, સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે ફરી પ્રશ્નાર્થ ઉભો થયો છે. આગામી વધુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે.