મુંબઇ: અભિનેત્રી કંગના રાનૌતે મુંબઈના પાલી હિલ્સ વિસ્તારમાં આવેલી ઓફિસમાં બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ની કાર્યવાહી સામે વાંધો ઉઠાવતા અરજી કરી હતી. તેમની અરજી પર બોમ્બે હાઈકોર્ટે સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.
અભિનેત્રી પાલી હિલ્સમાં તેની ઓફિસ પહોંચી છે જ્યાં ગઈકાલે BMC ની ટીમે કાર્યવાહી કરી હતી.
સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી મુલતવી
કોર્ટે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીને કહ્યું હતું કે અરજીને સુધારવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે તમે ઉતાવળમાં અરજી કરી છે. થોડો સમય લો અને પછી અરજી સારી રીતે કરો. 22 મી પછી સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે 22 સુધી બીએમસી કંગનાની ઓફિસ પર કોઈ કાર્યવાહી કરશે નહીં.
રાજ્યપાલે રિપોર્ટ માગ્યો
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બીએમસીની કાર્યવાહી અંગે મુખ્યપ્રધાનના સલાહકાર અજોય મહેતા પાસે માહિતી માંગી છે. તે જ સમયે, કંગનાની બહેન રંગોલી પણ કંગનાની ઓફિસે પહોંચી હતી.