નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. દેશમાં પણ કોરોના સામે લડત આપવા કોરોના વૉરિયર દિવસ-રાત કામ કરી રહ્યાં છે. ડૉક્ટર, પોલીસ, મેડિકલ કર્મચારી સતત ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા કોરોના વોરિયરને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. પ્રથમ અને બીજા લોકડાઉન દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે અનેક ડૉક્ટર, મડિકલ કર્મચારીઓ, પોલીસકર્મીઓ, લશ્કરી દળો અને બેન્કરો વિરુદ્ધ ચલણો કાપવામાં આવી છે. આ બધા લોકો જરૂરી સેવા સાથે જોડાયેલા છે.
દિલ્હી હાઈકોર્ટે લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરાયેલા ઈ-ચલણને ખતમ કરવા કોરોના વોરિયર્સ વિરુદ્ધ દાખલ કરેલી અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી કહ્યું કે, આવી છૂટનો આદેશ આપી શકાય નહીં.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશ દ્વારા કરવામાં આવી અરજી
કોર્ટે કહ્યું કે, ટ્રાફિક સિગ્નલ અને સ્પીડ લિમિટ અંગે અરજકર્તા દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સંબંધિત ઓથોરિટી સમક્ષ મૂકી શકાય છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના દ્વારકા યુનિટ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. અરજદાર વતી એડવોકેટ શશાંક દેવ સુધીએ અરજીમાં કહ્યું હતું કે, પ્રથમ અને બીજા લોકડાઉન દરમિયાન ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે અનેક ડૉક્ટર, મડિકલ કર્મચારીઓ, પોલીસકર્મીઓ, લશ્કરી દળો અને બેન્કરો વિરુદ્ધ ચલણો કાપવામાં આવી છે. આ બધા લોકો જરૂરી સેવા સાથે જોડાયેલા છે.
આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને દંડ ના થવો જોઈએ
અરજીમાં જણાવાયું છે કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને રેડલાઈટ કાર્યરત ન હતી. આ તમામ ચલણ તકનીકી ગેજેટ્સ દ્વારા જારી કરવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને ઈ-ચલણ જારી ન કરવા જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રાફિક પોલીસને તમામ રસ્તાઓ પર ગતિ પર સ્પીડ લિમિટ સંબંધિત સાઇનબોર્ડ લગાવવા નિર્દેશ આપવો જોઇએ.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે ઝેબ્રા ક્રોસિંગ એ રીતે બનાવવી જોઈએ જેથી તે રસ્તા પરના તમામ ડ્રાઇવરોને દેખાય. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ડોકટરો કોરોના વાઈરસને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છ. ડૉક્ટરોને ઇ-ચલાણ આપવી ગેરકાયદેસર છે.