ETV Bharat / bharat

નિર્ભયા કેસ: પટિયાલા હાઉસ કોર્ટમાં 7 જાન્યુઆરી સુધી સુનાવણી ટળી

નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસમાં કોર્ટે 7 જાન્યુઆરી સુધી સુનાવણી અટકાવી છે. હવે 7 જાન્યુઆરીના રોજ આ બાબતે સુનાવણી થશે.

nirbhaya case
nirbhaya case
author img

By

Published : Dec 18, 2019, 5:17 PM IST

આ પહેલા સુપ્રિમ કોર્ટમાં ન્યાયમૂર્તિ આર.ભાનુશાળી, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એ.એસ.બોપન્નાની 3 સભ્યોની પીઠે પુનર્વિચારની અરજીને ફગાવી દીધી છે. ખંડપીઠે કહ્યું કે, પુનર્વિચારની અરજી કોઈપણ અપીલ પર વારંવાર સુનાવણી માટે નથી.

પટિયાલા હાઉસે કોર્ટમાં 7 જાન્યુઆરી સુધી સુનાવણી ટળી

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, 'અમને 2017માં મૃત્યુદંડની સજા પર પુનર્વિચાર માટે કોઈ આધાર નથી મળ્યા'

પીઠ દ્વારા પુનર્વિચાર અરજીને બરતરફ કરવાનો નિર્ણય સાંભળતા જ આરોપી અક્ષયના વકીલ એ.એમ.પી સિંઘે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો છે.

પીઠે કહ્યું કે, 'અમે આ અંગે કોઈ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા નથી. જો કાયદાકિય રીતે અરજદાર પાસે સમયસીમા છે તો તે તેની પર આધાર છે કે નિયત સમયમાં દયા અરજી કરવાની તકનો ઉપયોગ કરે'

આ પહેલા પણ દિલ્હી સરકાર તરફથી અદાલતમાં અરજીનો વિરોધ કરતા સોલિસિટર જનરલ તુષારે પીઠને કહ્યું કે, કેટલાક અપરાધ એવા હોય છે કે જેમાં માનવતાને ઠેસ પહોંચે છે અને આ ઘટના તેમાંથી એક છે.

તો બીજીતરફ આરોપીના વકીલ એ. પી સિંહે કહ્યું કે, દિલ્હી-NCRમાં હવા અને પાણીના પ્રદૂષણને કારણે લોકોની ઉંમર પહેલાથી જ ઓછી થઈ રહી છે અને તેથી ગુનેગારોને સજા કરવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા ભાવુક બની હતી. આ અંગે કોર્ટે કહ્યું, અમને તમારી સાથે સંપૂર્ણ સહાનુભૂતિ છે. આપણે જાણીએ છીએ કે, કોઈ મૃત્યુ પામ્યું છે, પરંતુ તેમને (આરોપીઓને) પણ અધિકાર છે. અમે અહીં તમને સાંભળવા માટે છીએ, પરંતુ અમે પણ કાયદા દ્વારા પણ બંધાયેલા છીએ.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અક્ષય સિંહના વકીલે કહ્યું કે, જનતાના દબાણ સામે બધા જ નિયમો સમાપ્ત થઈ જાય છે. દયાની અરજીના સમય સુધી ડેથ વોરંટ જાહેર કરી શકાતું નહીં. સોલિસિટર જનરલે કહ્યું કે, 7 દિવસનો સમય બંધારણમાં આપવામાં આવ્યો છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.