નવી દિલ્હી : સુનાવણી દરમિયાન અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી સરકારે આપેલા સોગંદનામામાં એવું કહેવામાં આવ્યું છે કે, રૈપિટ એન્ટિજેન ટેસ્ટ ગર્ભવતી મહિલાઓનું પણ થશે, પરંતુ નોટિફિકેશનમાં આવું કહેવામાં નથી આવ્યું. જવાબમાં દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમાં 48 કલાકનો સમય લાગે છે. ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે શું આ અરજીમાં પરીક્ષણ લેવાનું અને તેનું પરિણામ આપવા વચ્ચેનો સમય સામેલ કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, અમે લક્ષણોવાળા દર્દીઓ વિશે વાત નથી કરી રહ્યા, બલ્કે અમે તમામ સગર્ભા સ્ત્રીઓ માટે તબીબી સારવાર ઉપલબ્ધ કરવા માંગીએ છીએ.
કોર્ટે કહ્યું કે જે મહિલાની ડિલિવરી થવાની છે, તે ટેસ્ટની રિપોર્ટ માટે પાંચ-છ દિવસની રાહ નથી જોઇ શકતી. દિલ્હી સરકારે કહ્યું કે, એક કલાકમાં રૈપિટ એન્ટિજેન ટેસ્ટનું પરિણામ આવે છે. ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે શું રૈપિટ એન્ટિજેન ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સ્વીકારવામાં આવે છે. ગત 1 જુલાઈએ, દિલ્હી સરકારે કહ્યું હતું કે, સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલાં કોરોના પરીક્ષણ કરાવવું જરૂરી નથી.
દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓની ડિલિવરીના સમય મહીલાને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવા નહીં આવે. સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે કહ્યું હતું કે, જો સગર્ભા સ્ત્રીઓનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેને કોરોનાની સારવાર કરવામાં આવશે. દિલ્હી સરકારે કહ્યું હતું કે, તેણે હોસ્પિટલોમાં રૈપિટ એન્ટિજેન પરીક્ષણોનો ઉપયોગ વધાર્યો છે જેથી સગર્ભા સ્ત્રીઓ સહિત અન્ય દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ ઝડપી આવી શકે. દિલ્હી સરકારે આ મામલે વિગતવાર એફિડેવિટ ફાઇલ કરવા માટે સમય માંગ્યો હતો.
સુનાવણી દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ વતી એડવોકેટ વિવેક ગોયલે કહ્યું કે, તેમણે સગર્ભા સ્ત્રીઓ માટે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં કહ્યું છે કે, કોરોના ટેસ્ટ માટે કોઈ ડિલિવરી અથવા સર્જરી રોકવામાં નહીં આવે.
આ અરજી એડવોકેટ નિખિલ સિંઘવી દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓની તપાસના પરિણામોને પ્રાથમિકતા આપવા માર્ગદર્શિકા જારી કરવી જોઈએ. આ અરજીની સુનાવણી કરતાં હાઈકોર્ટે કહ્યું કે, જો સગર્ભા સ્ત્રીઓના કોરોના ટેસ્ટનું પરિણામ આપવા માટે 5થી 7 દિવસનો સમય લાગશે, તો હોસ્પિટલ કહેશે કે પરિણામ 5 દિવસ જૂનું છે અને ફરી તપાસ કરો. કોર્ટે દિલ્હી સરકાર અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઇસીએમઆરને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યા હતા. હાઈ કોર્ટે ગત 12 જૂને આ મામલે નોટિસ ફટકારી હતી.