નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ 873 કેસ સામે આવ્યા છે જ્યારે 19 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. સ્વાસ્થ અધિકારીઅ જણાવ્યું કે, અમે દરેક રાજ્ય સરકાર સાથે મળીને દરેક સ્ટેટ પર નજર રાખી રહ્યા છીએ. કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન અને લોકોને મળવાનું ટાળવું જોઇએ. વધુમાં અધિકારીએ ઉમેર્યું કે, WHOના રિપોર્ટ પ્રમાણે વૃદ્ધ લોકોને આ વાઈરસનો વધારે ખતરો છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના(ICMR) ડૉ. રમન ગંગાખેડકરએ જણાવ્યું કે, અમારી પાસે 5 લાખથી વધારે પ્રોબ છે, જે અમે અમેરિકાથી મંગાવ્યા છે, જે આવી ચુક્યા છે, એનો મતલબ એ છે કે અમે 5 લાખ લોકોનું વધારાનું ટેસ્ટીંગ કરી શકીએ છીએ. જ્યારે કોવિડ-19ના જે અસરગ્રસ્તોને હાઇડ્રૉક્સીક્લોરોક્કિન દવા આપવાની છે, જેમાં કોરોના વાઈરસની કમી જોવા મળી છે.