છત્તીસગઢઃ હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કાળ દહેશત મચાવી રહ્યો છે. એવામાં લોકડાઉન દરમિયાન ઘરે બેઠેલાં લોકોને મીડિયા કર્મીઓ કોરોના સંબંધિત તમામ જાણકારી પહોંચાડી રહ્યાં છે. ત્યારે છત્તીસગઢમાં મીડિયાકર્મીઓના જીવન વીમા અંગે માંગ કરવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન પોતાનો જીવ જોખમમાં મુકી મીડિયા કર્મચારીઓ ઘરમાંં બેઠેલા નાગરિકોને કોરોના સંબંધિત તેમજ દેશમાં બનતી વિવિધ ઘટનાઓની પળે પળેની માહિતી આપી રહ્યાં છે. છત્તીસગઢમાં મીડિયાકર્મીઓના જીવનવીમાની માંગ કરવામાં આવી છે.
- આ અંગે સ્વાસ્થ્ય પ્રધાન ટીએસ સિંહદેવે મુખ્યપ્રધાન બધેલને લખ્યો પત્ર
- પત્રના માધ્યમથી CM પાસે મીડિયાકર્મીઓના જીવનવીમા અંગે કરવામાંં આવી માંગ
- પત્રમાં લખ્યું, 'કોરોના કટોકટી દરમિયાન ફ્રન્ટ લાઇન પર કામ કરતા પત્રકારો માટે વીમો કરાવવો જોઇએ'
- પ્રિંટ, ઇલેક્ટ્રોનિક સહિત વેબ મીડિયાના કર્મચારીઓને મળે વીમાનો લાભ