આ બિલને લોકસભામાં પસાર કરતા સમયે સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યુ કે, રાષ્ટ્રીય ચિકિત્સા કમિટીમાં એક રાષ્ટ્રીય રજિસ્ટાર બનાવવાનો નિયમ છે. જેમાં અલગ-અલગ એલોપેથિક સ્વાસ્થય કર્મિઓને સુચીબદ્ધ કરવામાં આવશે. હર્ષવર્ધને જણાવ્યું કે, આના કારણે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ માટે ભારે પ્રમાણમાં સામુદાયિક સ્વાસ્થ્ય કર્મિઓની ઉપલબ્ધતા કરાવવામાં આવશે.
ભારતીય ચિકિત્સા પરિષદ અધિનિયમ 1956ની જગ્યાએ આવનારું આ બિલ ગરીબ વર્ગને મેડિકલ શિક્ષા મેળવવામાં મદદરુપ થશે. NMC દ્વારા ચાલુ મુખ્ય તબક્કાના આધારે ખાનગી અને DMD વૈશ્વિક સંસ્થાનોમાં 50 ટકા સીટની ફી નિર્ધારિત કરવામાં આવશે.
હર્ષવર્ધને જણાવ્યું કે, 'રાષ્ટ્રીય ચિકિત્સાની કમિટી બિલ 2019 જેને આજે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે, તે ગરીબોનું સમર્થન કરનારુ પ્રગતિશીલ બિલ છે.તેમણે કહ્યું કે, મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નિતી અપનાવી રહી છે. મેડિકલની સીટમાં થઇ રહેલી ભરતી પ્રક્રિયામાં થતો ભ્રષ્ટાચાર રોકવા સરકાર નવી નિતી લઇને આવી રહી છે.
આ બિલ અંતર્ગત Medical Assessment and Rating Board મેડિકલ સંસ્થાઓનું મૂલ્યાંકન કરી તેમનું રેંકિગ કરશે. જેનાથી વિદ્યાર્થીઓને યોગ્ય સંસ્થા પસંદ કરવામાં મદદ મળશે. આ બિલ અનુસાર નવી મેડિકલ કોલેજને માન્યતા મળતા પહેલા વાર્ષિક નવીકરણ કરાવવાની હવે જરુરત નહી રહે.