નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં નવા 2244 કેસ પ્રકાશમાં આવ્યા છે. આ વધારા સાથે કુલ આંકડા 99,444 પર પહોંચ્યો છે. કેસની સાથે મૃત્યુ્આંક પણ ઝડપથી વધી રહ્યો છે.
દિલ્હીમાં 24 કલાકમાં 63 લોકોના મૃત્યુ નિપજ્યા છે. અત્યાસ સુધીમાં કુલ મૃત્યુઆંક 3067 થયો છે. દિલ્હીમાં મૃત્યુદર 3.08 ટકા છે. જો કે સ્વસ્થ થતા દર્દીઓનો આંકડો પણ રાહત આપનારો છે.
24 કલાકમાં કોરોનાના 3083 દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં કુલ 71,339 લોકો રિકવર થયા છે. કોરોનોને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી રિકવરી રેટ 71.74 થયો છે.