નવી દિલ્હી/સીકર: દિલ્હીમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)ના વિરૂદ્ધ હિંસામાં જીવ ગુમાવનાર હેડ કોન્સ્ટેબલને શહીદનો દરજ્જો આપવામાં આવશે. સાંસદ સુમેધાનંદે 1 કરોડનું સહાય પેકેજ અને શહીદ જવાનની પત્નીને યોગ્યતાનુસાર સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
રતનલાલને શહીદનો દરજ્જો આપવાની માગ ઉઠી હતી. બુધવારે હેડ કોન્સ્ટેબલને શહીદનો દરજ્જો આપવા માટે સ્થાનિકોએ નેશનલ હાઈવે પર જામ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સીકરના તિહાવલી ગામના રહેવાલી હેડ કોન્સ્ટેબલ રતનલાલની બે દિવસ પહેલા દિલ્હીમાં હિંસા દરમિયાન ગોળી વાગવાથી મોત થયું હતું. બુધવાર સવારે હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ગામમાં પહોચ્યો હતો. જે દરમિયાન સ્થાનિક લોકોએ નેશનલ હાઇવ પર ટ્રાફિકજામ કર્યો હતો અને શહીદનો દરજ્જો આપવાની માગ કરી હતી.
સીકરના સાંસદ સુમેઘાનંદે શહીદનો દરજ્જો અને 1 કરોડ રૂપિયાનું સહાય પેકેજ આપવાની જાહેરાત કરી છે. નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નોંધણી રજીસ્ટર (NRC)ના નામ પર દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધીમાં 27ના મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે.