કર્ણાટક: પૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામીના પુત્ર નિખિલના આજે લગ્ન યોજાશે. લોકડાઉન દરમિયાન યોજાઇ રહેલા લગ્નમાં કર્ણાટક સરકારની ખાસ નજર રહેશે. સરકારનું કહેવું છે કે, તેના લગ્નની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
એક તરક કોરોના વાઈરસ આખા વિશ્વમાં ફેલાઇ ચૂક્યો છે. સરકાર દ્વારા દરેક સાર્વજનિક કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. તેમજ લોકો પણ ઘરોમાં કેદ છે. ત્યારે કર્ણાટકના પૂર્વ સીએમ એચ.ડી. કુમારસ્વામીના પુત્રના આજે લગ્ન થવાના છે. લોકડાઉન દરમિયાન યોજાઇ રહેલા લગ્નમાં કર્ણાટક સરકારની ખાસ નજર છે. સરકારનું કહેવું છે કે, તેના લગ્નની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
આ તકે કુમારસ્વામીનું કહેવું છે કે, અમે રાજ્ય સરકારની મંજૂરી લીધી છે. તેમજ પરિવારના થોડાક જ સભ્યો આ લગ્નમાં સામેલ થશે.