ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ઘરેલુ હિંસના કેસોની ત્વરિત સુનાવણી કરવાનો કોર્ટનો નિર્દેશ - jammu kashmir court news

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે શનિવારે આદેશ આપ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદાખની તમામ અદાલતોએ ઘરેલુ દુર્વ્યવહારના કેસોની તુરંત સુનાવણી કરવી જોઈએ.

jammu kashmir, Etv Bharat
jammu kashmir
author img

By

Published : Apr 19, 2020, 7:25 PM IST

શ્રીનગરઃ લોકડાઉન દરમિયાન મહલાઓ પર ઘરેલુ હિંસાની ઘટનાઓ પર જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે તત્કાલ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ દરિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. કોર્ટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના તમામ કોર્ટને નિર્દેશ આપ્યો છે કે ઘરેલુ હિંસાની ઘટનાઓ પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે.

કોર્ટે આ કેસમાં એડવોકેટ મોનિકા કોહલીને એમિકસ ક્યુરિ તરીકે નિમણૂક કરી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જજ રજનીશ ઓસ્વાલએ તેમના ઘરેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસની સુનાવણી કરી હતી.

કોર્ટે કહ્યું કે વૈશ્વિક સ્તરે જોવા મળ્યું છે કે આ રોગચાળો મહિલાઓ અને છોકરીઓ માટે સામાજિક અને આર્થિક રીતે વિનાશક છે.

હાઇ કોર્ટે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમાજ કલ્યાણ વિભાગના સચિવ અને જમ્મુ-કાશ્મીર રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવને નોટિસ ફટકારી છે.

આ સાથે જ કોર્ટે દ્વારા સેક્રેટરી, જમ્મુ-કાશ્મીર કાનૂની સેવા ઓથોરિટીને ઘરેલુ હિંસાના કેસોથી સંબંધિત તમામ કેસોની સૂચિ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.