ETV Bharat / bharat

હાથરસ દુષ્કર્મ કેસઃ આરોપીઓએ SPને લખ્યો પત્ર, પોતાને કહ્યો નિર્દોશ - દલીત પુત્રીની હત્યા

હાથરસમાં દલિત પુત્રીની હત્યા અને દુષ્કર્મના કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપીઓએ જેલમાથી SPને પત્ર લખ્યો છે અને નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય મળે તેવી માગ કરી છે.

hathras
hathras
author img

By

Published : Oct 8, 2020, 2:01 PM IST

લખનઉ: દુષ્કર્મ અને હત્યાના આરોપમાં જેલમાં બંધ આરોપીઓએ SP વિનીત જયસ્વાલને ન્યાય આપવા માટે એક પત્ર લખ્યો છે. આ પત્ર પહેલા પણ આરોપી સંદીપ અને પીડિતાના ભાઈના નામે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વાતચીતની સીડીઆર બહાર આવી હતી અને કહ્યું હતું કે બંને ફોન પર વાતચીત કરતાં હતાં.

જેલમાં બંધ ચાર આરોપી સંદીપ, લવ-કુશ અને રામુએ હાથરસના SPને સંબોધીને એક પત્ર લખ્યો છે કે હાથરસમાં બનેલી દલીત પુત્રીની હત્યાના કેસમાં તેમને ખોટા આરોપમાં જેલ મોકલવામાં આવ્યા છે. જ્યારે સંદીપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેણે અને અન્ય આરોપીએ પીડિતાની સાથે દુષ્કર્મ અને મારપીટ કરી નથી. સાથે લખ્યું છે કે તે મારી ગામની છોકરી હતી. જેની સાથે મારી દોસ્તી હતી. મળવાની સાથે-સાથે પીડિતાની સાથે સંદીપની ફોન પર વાતચીત પણ થતી હતી. સાથે જ પત્રમા લખવામાં આવ્યું છે કે પીડિતા સાથેની મારી દોસ્તી પરિવારને પસંદ ન હતી.

આરોપીઓએ SPને લખ્યો પત્ર
આરોપીઓએ SPને લખ્યો પત્ર

એવું પણ લખ્યું છે કે ઘટનાના દિવસે આરોપી પીડિતાને ખેતરમાં મળ્યો હતો. પીડિતા તેની માતા અને ભાઈ સાથે ખેતરમાં હતી. માતા અને ભાઈના કહેવા પર આરોપી તેના ઘરે ગયો અને પિતા સાથે પશુઓને પાણી પિવડાવા લાગ્યો હતો. ત્યાર બાદમાં ગામલોકો દ્વારા ખબર પડી કે આરોપી અને પીડિતા વચ્ચેની મિત્રતા માટે તેની માતા અને ભાઈએ તેને માર માર્યો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આરોપીએ પત્રમાં લખ્યું છે કે તેણે પીડિતા સાથે ક્યારેય માર માર્યો નથી કે દુષ્કર્મ કર્યું નથી. આરોપીએ એમ પણ લખ્યું છે કે આ કેસમાં તેને અને અન્ય ત્રણ લોકોને ખોટા આરોપોમાં ફસાવામાં આવ્યા છે.

પત્રમાં SPને વિનંતી કરવામાં આવી છે કે નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય મળે. જ્યારે એસપી હાથરસ વિનીત જયસ્વાલને પત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમને હજી સુધી આ પત્ર મળ્યો નથી. જોકે, જેલ પ્રશાસને આ પત્રના સંદર્ભે પુષ્ટિ આપી છે. જેલ પ્રશાસન પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ આ પત્ર જેલમાંથી SPને મોકલ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.