નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને મોત મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે,સીબીઆઈની તપાસ દેખરેખ સુપ્રીમ કોર્ટ કરશે કે હાઈકોર્ટ, અદાલત સમગ્ર મામલે ટ્રાયલ ઉત્તરપ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કરવા પર નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટએ પણ નક્કી કરવું પડશે કે, પીડિત પરિવારને પૂરી પાડવામાં આવતી સુરક્ષા વિશે પણ સુનાવણી કરશે. ન્યાયાધીશ એ.એસ.બોપન્ના અને વી.રામાસુબ્રમણ્યમ સાથે પ્રધાન ન્યાયાધીશ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ આદેશની સુનાવણી કરશે.
હાથરસ પીડિતના પરિવારની સુરક્ષા
15 ઓક્ટોબરની ગત્ત સુનાવણીમાં ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશકના હાથરસ પીડિતના પરિવારની સુરક્ષા માટે કોઈ પણ એજન્સીને નિયુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતુ. સાથે તેમણે કહ્યું કે, આ રાજ્ય પોલીસની નિષ્પક્ષતા પર કોઈ આંચ આવવી જોઈએ નહી. ડીજીપી તરફના વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વે પ્રધાન ન્યાયાધીશ બોબડેની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ કહ્યું કે, આ અદાલત પરિવારની સુરક્ષા માટે કોઈ પણ એજન્સીની પ્રતિનિયુક્તિ કરી શકે છે. પરંતુ આનાથી રાજ્ય પોલીસની નિષ્પક્ષતા પર કોઈ પ્રભાવ પડવો જોઈએ નહી. અમે કોઈ ચીજના વિરોધમાં નથી.
સર્વોચ્ચ અદાલતે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો
સાલ્વે કહ્યું કે, કાંઈ એવું ન થવુ જોઈએ જેનાથી ઉત્તરપ્રદેશ પોલીસની છબી ખરાબ થાય. આ મામલે વિસ્તૃત સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. સાલ્વેની પ્રતિક્રિયા વરિષ્ઠ અધિવક્તા ઈન્દિરા જયસિંહ દ્વારા કરવામાં આવેલી દલીલો પર આવી હતી. જે એક હસ્તક્ષેપકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જેને સર્વોચ્ચ અદાલતને પીડિત પરિવારની સુરક્ષાની સાથે સીઆરપીએફને સોંપવા અને ઉત્તરપ્રદેશ પોલીસને પરત લેવાનો આગ્રહ કર્યો હતો.
દુષ્કર્મ પીડિતાને સુરક્ષા આપવામાં આવી
તેમણે ઉન્નાવ મામલાને લઈ કહ્યું કે, જ્યાં દુષ્કર્મ પીડિતાને સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ તેમની સાથે માર્ગ અક્સમાતમાં થયો હતો. ઉત્તરપ્રદેશ સરકાર તરફના સૉલસિટર જનરલ તુષાર મહેતાએ સમગ્ર મામલે તીસ્તા સીતલવાડાના એનજીઓ દ્વારા દાખલ હસ્તક્ષેપની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ન્યાયના નામ પર આ એનજીઓએ પૈસા એકઠા કરી ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અદાલતને તેમણે પૈસા એકઠા કરવાની અનુમતિ આપવી જોઈએ નહી.આપને જણાવી દઈએ કે, જિલ્લાના એક ગામમાં 14 સપ્ટેબરના 19 વર્ષીય છોકરીની સાથે 4 યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતુ. કેટલાક દિવસો બાદ દિલ્હીની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું હતુ.
પીડિતાના ઘર નજીક રાત્રે અંતિમ સંસ્કાર
પ્રશાસને 30 સપ્ટેબર પીડિતાના ઘર નજીક રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીડિત પરિવારે આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક પોલીસે પરિવારની ઈચ્છા વિરુદ્ધ અંતિમ સંસ્કાર કર્યા હતા. મૃતદેહને જોવા પણ દીધો ન હતો. તો પોલીસનું કહેવું છે કે, પરિવારની ઈચ્છા મુજબ જ પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે સરકારને પહેલા આ સમગ્ર મામલે તપાસ માટે એસઆઈટીને સોંપી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની ભલામણ કરી હતી. આજે સુપ્રીમ કોર્ટ કેટલાક નિર્ણય પર આજે સુનાવણી કરશે.
આ પણ વાંચો :