હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં મળેલી ઈલેક્શન કેમ્પેઈન કમિટીની બેઠકમાં સ્ટાર પ્રચારકોના નામ પર મોહર લાગી છે. સ્ટાર પ્રચારકોની વિશે જાણકારી આપતા કમિટીની ચેરમેન અજય યાદવે જણાવ્યું હતું કે, સ્ટાર પ્રચારકોના નામ ફાઈનલ કરી દીધા છે. આ યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગુલામ નબી આઝાદનું નામ પણ સામેલ છે.
કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદી
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ ગુલામનબી આઝાદ, કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોત, સચિન પાયલોટ સહિતના નેતાઓ પ્રચારમાં જોડાશે.
આપને જણાવી દઈએ કે, હરિયાણામાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓથી લઈ રાજ્ય સ્તરના નેતાઓ સ્ટાર પ્રચારકોની યાદીમાં જોવા મળી રહ્યા છે. જેમાં આનંદ શર્મા, કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધું જેવા અનેક મોટા નેતાઓ સામેલ છે.
આવતી કાલે થશે ઉમેદવારોના નામ પર મનોમંથન
આ ઉપરાંત અજય યાદવે જણાવ્યું હતું કે, ગુરુવારના રોજ હરિયાણા કોંગ્રેસ ઈલેક્શન કમિટીની બેઠક યોજાવાની છે. ત્યાર બાદ સ્ક્રીનિંગ કમિટી અને સીઈસીની બેઠક થશે. રાજ્યના નેતાઓનો અભિપ્રાય યાદીમાં જણાવશે. જેને સ્ક્રીનીંગ કમિટીની પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ ઉમેદવારોના નામ ફાઈનલ થશે.