નવી દિલ્હી: કોરોના વાઇરસને રોકવા માટે પ્રધાનોના સમૂહ સાથે 16મી બેઠક મળી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી.
આ સમયગાળા દરમિયાન કોવિડ-19 ની સ્થિતિ, સજ્જતા અને સંચાલનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ સભામાં તમામ સભ્યોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી.