નવી દિલ્હી: હર્ષવર્ધન શ્રૃંગલાએ ભારતના વિદેશ સચિવ તરીકે પદ ગ્રહણ કર્યુ છે. હર્ષવર્ધન શ્રૃંગલાએ આ પહેલા અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. શ્રૃંગલા 12 જાન્યુઆરીના રોજ અમેરિકાથી ભારત માટે આવવા રવાના થયા હતાં.
શ્રૃંગલા 1984ની બેંચના વિદેશી સેવાના અધિકારી હતાં. તેઓએ એક વર્ષ સુધી અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી.
57 વર્ષીય શ્રૃંગલા 9 જાન્યુઆરી, 2019ના રોજ વોશિંગ્ટન પહોંચ્યાં હતાં. તે દરમિયાન શ્રૃંગલાએ તેમનું ઓળખપત્ર વાઇસ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રજુ કર્યુ હતું.
અમેરિકામાં શ્રૃંગલાના કાર્યકાળની જો વાત કરવામાં આવે તો 2019માં અમેરિકા સ્થાયી થઇ 1,23,000 પાસપોર્ટ, 1,15,000 વિઝા અને 90,000થી વધુ oic (આઇડીકાર્ડ) પર કામગીરી કરી હતી.