અત્યારે જામનગરથી BJPના નેતા પુનમ માડમ સાંસદ છે. હાર્દિક પટેલ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકના સમયે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. સુત્રોની અનુસાર, આ બેઠક બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં એક જનસભાને સંબોધન કરશે. ગુજરાત PM મોદીનું ગૃહ રાજ્ય છે અને કોંગ્રેસ ગુજરાત પર પુરુ ધ્યાન લગાવી રહી છે. છેલ્લે વિધાનસભામાં સત્તાધારી BJPને મોટી ટક્કર આપી હતી. હાર્દિક પટેલે કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે, જનતાની સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો રાજકારણમાં જવાનો કોઈ મતલબ નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરતના પરિણામ પર સવાલ ઉઠાવનાર હાર્દિક પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસ 3 રાજ્યમાં જીતી ગઇ હોય, પરંતુ EVM સાથે છેડછાડનો સવાલ બનેલો જ છે. હાર્દિકે કહ્યું કે, મધ્યપ્રદેશમાં ઘણા મોટા પરિણામ આવતા ફરી સવાલ છે.