પોસ્ટપેઇડ ગ્રાહકોને બિલની જોગવાઈની સમીક્ષા કર્યા બાદ TRAIએ જણાવ્યું કે, નિઃશુલ્ક બિલ મોકલવાની આ જોગવાઈ વર્તમાન રૂપમાં ચાલુ રહેશે. વધુમાં TRAIએ કહ્યું કે, જો ગ્રાહકો E-MAIL દ્વારા બિલનો વિકલ્પ પસંદ કરે છે તો સેવા પ્રદાતાઓ આ કરી શકે છે. આ માટે તેમને ગ્રાહકો તરફથી મંજૂરી લેવી પડશે.
ફેબ્રુઆરીમાં એક ખુલ્લી ચર્ચામાં ટેલિકોમ કંપનીઓએ પેપર ફોર્મમાં બિલ મોકલવાને બદલે ઇ-બિલની પરવાનગી આપવા કહ્યું હતું. ઓપરેટરોનું કહેવું છે કે, તેનાથી પર્યાવરણ સંબંધી ચિંતા દુર થશે, ખર્ચ બચશે અને સમય પર બિલ મોકલી શકાશે.