ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશના છતારી ગામે યુવક-યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળ્યા

ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના છત્તારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક અને એક યુવતીનો મૃતદેહ એક ઝાડ પર એક જ ફંદા પર લટકેલા મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા બાદ બંને મૃતદેહોનો પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા કહ્યા મુજબ બંન્ને એક જ ગામના રહેવાસી હતા.

યુવક અને યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા

author img

By

Published : Jun 6, 2020, 2:18 PM IST

ઉત્તરપ્રદેશઃ બુલંદશહેર જિલ્લાના છત્તારીના જંગલમાં શીશમના ઝાડ પર શંકાસ્પદ સંજોગોમાં એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. માહિતી મુજબ, બંને મૃતક શિનાખ્ત છત્તારી શહેરના આંબેડકર નગરના રહેવાસી આકાશકુમારનો પુત્ર રાજેન્દ્ર પ્રસાદ, મહોલ્લા આંબેડકર નગર, તેમજ યુવતી કુસુમ રોશનલાલની પુત્રી છે. બંને એક જ બિરાદરીના હતા અને યુવતીના થોડા દિવસો પછી લગ્ન થવાના હતા.

છત્તારીના ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર તિવારીએ ઇટીવી ભારત સાથે વાત કરતા કહ્યું કે, પોલીસને સૂચના મળતા જ ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, બંને શીશમના ઝાડ પર એક જ ફંદામાં લટકી રહ્યા હતા.

યુવક અને યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા
યુવક અને યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા

હાલ, આ બાબતે સ્થાનિક લોકોની મદદથી મળી આવેલી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતી બંન્નેના ઘરો આસપાસમાં જ છે. મળતી માહિતી મુજબ, યુવતીના લગ્ન થોડા દિવસો પછી થવાના હતા, પરંતુ બંનેના મૃતદેહ મળી બંનેના પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ મથકે મૃતક યુવક અને યુવતીના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.બંને પક્ષોએ અત્યાર સુધી સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યુ છે.

છતારી કોતવાલીના પ્રભારી જીતેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, મૃતક યુવાન દિલ્હીમાં નોકરી કરતો હતો, પરંતુ લોકડાઉનના કારણે તે ઘરે આવ્યો હતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે બંનેના પરિવારજનો હજી સુધી તેઓના પ્રેમ સંબંધથી અજાણ હતા. આ ઘટના બાદ બંનેના મૃતદેહને પંચનામુ કર્યા બાદ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.