ટોક્યો : વર્ષ 2020ને ખેલ જગતની દુનિયામાં મહત્વનું વર્ષ કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ કોરોના વાઇરસના પગલે તમામ ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી છે. કોરોના વાઈરસની 2020 ટોક્યો ઓલિમ્પિક પર તો એટલી એસર પડી કે ઓલિમ્પિક રિલેનું આયોજન પણ જાપાન ન કરી શક્યું.
ઉલ્લેખનિય છે કે વર્ષ 2020માં યોજાનાર એલિમ્પિકને આ વર્ષે સ્થગિત કરી છે, ત્યારબાદ જો આ વર્ષે 23 જૂલાઇથી 8 ઓગષ્ટ સુધી તેનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ઓલિમ્પિક કમીટી તરફથી કહેવામાં આવી રહ્યું હતુ કે આગામી વર્ષે પણ જો ઓલિમ્પિક ન યોજાઇ તો તેને રદ કરવામાં આવશે.
શું કહે છે આંકડાઓ
46.3 ટકા : લોકો ઓલિમ્પિક યોજાઇ તેવુ ઇચ્છે છે
51.7 ટકા : લોકો નથી ઇચ્છતા કે યોજાઇ
2 ટકા : લોકો આ મામલે જવાબ આપવા માંગતા નથી
27.7 ટકા : લોકોનું માનવુ છે કે ગેમ રદ થઇ જાય
51.7 ટકામાંથી 27.7 ટકા લોકો ઇચ્છે છે કે ગેમ રદ થઇ જાય. 24 ટકા લોકો ઇચ્છે છે કે ઓલિમ્પિક બીજી વાર સ્થગિત કરવામાં આવે.